Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

હવે ૫૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા અમેરિકાની મેડીકેર સેવાના લાભાર્થી પ્રોસ્ટેટ કેન્સરનું પણ નિદાન કરાવી શકશેઃ ઇન્ડિયન અમેરિકન યુરોલોજીસ્ટ ડો.નવિન શાહની CMS સમક્ષ રજુઆતને મળેલી સફળતા

મેરીલેન્ડઃ ઇન્ડિયન અમેરિકન યુરોલોજીસ્ટ ડો.નવીન શાહએ છેલ્લા એક વર્ષ ઉપરાંતની જહેમત બાદ ''સેન્ટર્સ ફોર મેડીકેર એન્ડ મેડીકેઇડ સર્વિસીસ'' સમક્ષ મેડીકેરના ૫૦ વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓનું પ્રોસ્ટેટ કેન્સર પરીક્ષણ કરી આપવા મંજુરી મેળવવામાં સફળતા મેળવી છે.

ડો.શાહના મંતવ્ય મુજબ ૭૦ વર્ષની ઉંમર પછી પ્રોસ્ટેટ કેન્સરની શકયતા વધી જાય છે.

તેથી મેડીકેરના ૫૦ વર્ષથી વધુ વયના લાભાર્થીઓનું નિયમિત પણે પ્રોસ્ટેટ કેન્સર નિદાન થતું રહે તે જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે ડો.શાહ મેરીલેન્ડ ખાતેના AAPI ચેપ્ટરના કો.ફાઉન્ડર તથા પૂર્વ પ્રેસિડન્ટ છે. જેમના યુ.એસ. યુરોલોજી જર્નલમાં પ્રોસ્ટેટ કેન્સર વિષયક ૬ આર્ટીકલ પ્રસિધ્ધ થઇ ચૂકયા છે.

(7:46 pm IST)