Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

યુ.એસ.ના ગ્રેટર શિકાગોમાં ૧૧ ઓગ.૨૦૧૯ના રોજ નીકળેલી ભવ્ય ''ઇન્ડિયા ડે પરેડ''ને અભૂતપૂર્વ આવકારઃ ૮૦ જેટલા શણગારેલા ફલોટસ સાથે જોડાઇને AAPIએ લોકોને આરોગ્ય તથા સુખાકારીનો સંદેશ આપ્યો

ઇલિનોઇસઃ યુ.એસ.ના ગ્રેટર શિકાગોમાં ભારતના ૭૩મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિતે નીકળેલી ભવ્ય 'ઇન્ડિયા ડે પરેડ'માં ''અમેરિકન  એશોશિએશન ઓફ ફીઝીશીઅન્શ ઓફ ઇન્ડિયન ઓરીજીન (AAPI)ના ફલોટએ આકર્ષણ જણાવ્યું હતું.

કુલ ૮૦ ફલોટસ સાથે નીકળેલી પરેડમાં જોડાઇને AAPIએ પ્રજાજનોને આરોગ્ય તથા સુખાકારીનો સંદેશ પાઠવ્યો હતો. ફલોટનું આયોજન તથા સંચાલન AAPI પ્રેસિડન્ટ ડો.સુરેશ રેડ્ડી તથા ડો.મેહેર મેડાવરમ, ડો.નિરંજન શાહ, તથા ઇલિનોઇસ ચેપ્ટરના ઉપક્રમે કરાયું હતું.

૬૫ હજાર જેટલા ડોકટર્સ તથા ૨૫ હજાર જેટલા રેસિડન્ટસ ડોકટર્સ સાથેના ઓર્ગેનાઇઝેશનના ઇલિનોઇસ ચેપ્ટર આયોજીત ફલોટમાં ડો.સુરેશ રેડ્ડી, ડો.મેહેર મેડાવરમ, તથા ડો.નિરંજન શાહ સહિતના અગ્રણીઓ ઉપરાંત ડો.સીમા અરોરા ડો.સુધાકર જોન્નાલાગડ્ડા, ડો.અનુપમા ગોટીમુકુલા, ડો.રવિ કોલ્લી ડો.રાજ ભાયઆણી, સહિતના હોદેદારો ઉપરાંત ડો.જગદીશ ગુપ્તા, ડો.સથીશ કાથુલા, ડો.રૂપક પરીખ, ડો.શ્રીનિવાસ રેડ્ડી, ડો.દિલીપ શાહ, ડો.રામ મેડાવરમ, ડો.ભરત બારાઇ, સહિતના નામાંકિત અગ્રણીઓ ઉપરાંત કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામુર્થી સહિતનાઓ ''ઇન્ડિયા ડે પરેડ''માં જોડાયા હતા. તેવું UNN દ્વારા જાણવા મળે છે.

(8:20 pm IST)