Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

યુ.એસ.ના એરિઝોના ૬ઠ્ઠા ડીસ્ટ્રીકટના કોંગ્રેસના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન સુશ્રી હિરલ ટીપરનેનીને મળી રહેલો જબ્બર પ્રતિસાદઃ ઉમેદવારી પત્રક ભર્યાના પ્રથમ કવાર્ટરમાં જ ૪ લાખ ૪૦ હજાર ડોલરનું ફંડ ભેગુ થઇ ગયુ

એરિઝોનાઃ યુ.એસ.માં એરિઝોના ૬ઠ્ઠા ડીસ્ટ્રીકટના કોંગ્રેસના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી હિરલ ટીપરનેનીએ તેમના ચૂંટણી પ્રચારના પ્રથમ કવાર્ટરમાં ૪ લાખ ૪૦ હજાર ડોલરનું ફંડ ભેગુ કરી લીધુ છે. આટલી રકમ ઉપરોકત સીટ ઉપરથી પ્રથમ કવાર્ટરમાં ભેગી કરી લેનાર તેઓ સૌપ્રથમ ઉમેદવાર છે.

એપ્રિલ માસમાં ઉમેદવારી જાહેર કર્યા બાદના આટલા ટુંકા ગાળામાં આટલી રકમ ભેગી કરી આપવા બદલ તેમણે મતદારોનો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઉપરોકત રકમમાંથી ૯૦ રકમ ૧૦૦ ડોલર કે તેથી ઓછુ ફંડ આપનાર મતદારોની છે. જે સુશ્રી હિરલ ઉપરના લોકોના વિશ્વાસ સમાન છે.

(9:04 pm IST)
  • રાજયમાં ૪ લાખ ૨૪ હજારથી પણ વધુ બેરોજગારો : શિક્ષિત બેરોજગારોની સંખ્યા ૪ લાખ ૨ હજારથી વધુઃ અર્ધશિક્ષિત બેરોજગારો ૨૨ હજારથી વધુ : ૭ જિલ્લાના એક પણ બેરોજગારને સરકારી નોકરી નહિં access_time 3:41 pm IST

  • અમદાવાદમાં જન્મજાત થેલેસેમિયા રોગથી પીડાતી મહિલાએ આપ્યો બાળકીને જન્મ:ગુજરાતનો પ્રથમ કિસ્સો :જન્મના 3 મહિનાથી જ થેલેસેમિયા પીડિત 26 વર્ષીય યુવતી કિંજલ લાઠીએ બાળકીને જન્મ આપ્યો: થેલેમેસીયા પીડિત યુવતી માતા બન્યાનો ગુજરાતમાં આ પહેલો કિસ્સો હોવાનું ડોક્ટર અનીલ ખત્રીએ જણાવ્યું :દેશભરમાં અત્યાર સુધી માત્ર 5 થી 6 કેસમાં થેલેસેમિયાગ્રસ્ત મહિલા માતા બની access_time 1:15 am IST

  • મેંદરડાના મનપુર ગામમાં અડધો ઇંચ : જુનાગઢમાં ઝાપટુ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પવન સાથે ધુપ-છાંવનો માહોલ access_time 4:04 pm IST