Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

અન્ય દેશની બોર્ડર ઉપરથી અમેરિકામાં પ્રવેશતા વિદેશીઓને આશ્રય નહી અપાયઃ ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિકયુરીટી દ્વારા વ્હાઇટ હાઉસના ફેડરલ રજીસ્ટર સમક્ષ મુકાયેલો પ્રસ્તાવઃ મેકિસકો બોર્ડર ઉપરથી પ્રવેશતા હજારો ભારતીયોને આશ્રય નહી મળી શકવાની ભીતિ

વોશીંગ્ટન ડીસીઃ અમેરિકામાં અન્ય દેશની બોર્ડર ઉપરથી પ્રવેશતા વિદેશીઓએ જે તે દેશમાં જ આશ્રય મેળવવો જોઇએ તેઓને અમેરિકામાં આશ્રય આમી શકાય નહીં તેવો પ્રસ્તાવ આજ ૧૬ જુલાઇ ૨૦૧૯ના રોજ ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સીકયુરીટી તથા જસ્ટીસ ડીપાર્ટમેન્ટ દ્વારા વ્હાઇટ હાઉસના ફેડરલ રજીસ્ટર સમક્ષ મુકાશે.

ઉપરોકત પ્રસ્તાવની સૌથી વધુ અસર મેકિસકો બોર્ડર ઉપરથી અમેરિકામાં પ્રવેશતા ભારતીયો ઉપર થશે. ૨૦૧૮ની સાલમાં ૯ હજાર તથા ૨૦૧૭ની સાલમાં ૭ હજાર ભારતીયો મેકિસકો બોર્ડર ઉપરથી અમેરિકામાં પ્રવેશ્યા હતા. જયાં તેઓને આશ્રય ગૃહમાં રાખવામાં આવ્યા છે. જેમાં મોટા ભાગના શીખ, મુસ્લિમ તથા ખ્રિસ્તી છે. જેઓને મહિનાઓ અને કયારેક વર્ષો સુધી આશ્રયગૃહમાં પિલાવુ પડે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:43 pm IST)