Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

૧૪૩ મિલીયન ડોલરની દાણચોરી કરવાનો ઇન્ડિયન અમેરિકન આર્ટ ડીલર સુભાષ કપૂર ઉપર આરોપઃ ભારતમાંથી ૧૧મી સદીની પ્રાચીન મૂર્તિ સિંગાપોર મ્યુઝીયમને વેચી ગેરકાયદે નાણાં કમાયાનો આરોપ

સિંગાપોરઃ ભારતની ૧૧મી સદીની હિન્દુ દેવી ઉમા પરમેશ્વરીની બ્રોન્ઝ ધાતુની બનેલી મૂર્તિ સિંગાપોર મ્યુઝીયમે ખરીદી હતી. જે ઇન્ડિયન અમેરિકન આર્ટડીલર સુભાષ કપૂર પાસેથી ખરીદવામાં આવી હતી. તેના ઉપર ૧૪૩ મિલીઅન ડોલરની દાણાચોરીનો આરોપ લગાવાયો છે.

આ આર્ટ ડીલર સુભાષ વિશ્વના સૌથી વધુ મોટા દાણચોરો માંહેનો એક ગણાય છે તેવું સત્તાવાળાઓએ જણાવી તેના તથા અન્ય ૭ દાણચોરો ઉપર ૧૪૩ મિલીઅન ડોલરની વસ્તુઓની દાણચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. જેઓએ ૩ દાયકા પહેલા ૨૬૦૦ જેટલી એન્ટીક વસ્તુઓની દાણચોરી કરી વહેચી હતી. સુભાષ યુ.એસ.ના ન્યુયોર્કમાં આર્ટ ગેલેરીનો માલિક છે તથા ૨૦૧૧ની સાલથી દાણચોરી સબબ ભારતની જેલમાં બંધ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:28 pm IST)