Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ભારતમાં લઘુમતિ કોમની સલામતિ અંગે સવાલ ઉઠાવનાર સંપાદકને જડબાતોડ જવાબ આપતા શ્રી એ.સુર્યપ્રકાશઃ લંડનમાં યોજાયેલી ''ગ્લોબલ કોનફરન્સ ફોર મીડિયા ફ્રીડમ''માં પ્રસાર ભારતી ચેરમેન શ્રી એ.સુર્યપ્રકાશએ ભારતને વિશ્વનો સૌથી મોટો બિનસાંપ્રદાયિક લોકશાહી દેશ ગણાવ્યો

લંડનઃ લંડનમાં યોજાયેલ ''ગ્લોબલ કોન્ફરન્સ ફોર મીડિયા ફ્રીડમ'' અંતર્ગત 'રીલીજીયન એન્ડ મિડીયા' સેમિનારમાં ભારત વિરોધી મંતવ્ય વ્યકત કરનાર એક મેગેઝીનના સંપાદક વિરૃધ્ધ પ્રસાર ભારતીયના ચેરમેન શ્રી એ.સુર્યપ્રકાશએ આકરી ટીકા કરી હતી.

ભારત વિરોધ મંતવ્ય દર્શાવનાર મેગેઝીન સંપાદક દેશમાં લઘુમતિ કોમની સલામતિ અંગે સવાલો ઉઠાવ્યા હતા તથા ૧૯૮૪માં શીખ વિરોધી રમખાણ સમયે શીખોના નરસંહાર તથા સેંકડો ખ્રિસતીઓની હત્યા સહિતની વિગતોનો ઉલ્લેખ કરાયો હતો.

જેની ટીકા કરતાં પ્રસારભારતી ચેરમેન શ્રી સુર્યપ્રકાશએ વિરોધ વ્યકત કરતાં જણાવ્યું હતું  કે ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે તથા બિનસાંપ્રદાયિક છે. લઘુમતિ કોમ ઉપર અત્યાચારની ઘટના અમેરિકામાં પણ બને છે તેથી તેને પણ લઘુમતિ માટે અસલામત ન ગણી શકાય. કોઇ દેશની લોકશાહી ઉપર ટીકા કરવાથી તેનું તંત્ર જોખમાઇ શકે છે તેથી આવી નિંદાન કરવા તેમણે અનુરોધ કર્યો હતો. સંયુકત રાષ્ટ્રના સચિવ લોર્ડ અહમદે દરમિયાનગીરી કરી ભારતના લોકતંત્ર માટે સહુને સન્માન હોવાનું જણાવ્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:07 pm IST)