Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

૨૦૨૦ની સાલની અમેરિકાની વસતિ ગણતરીમાં ''સીટીઝનશીપ'' અંગેનો પ્રશ્ન દૂર કરવા ટ્રમ્પની લીલીઝંડીઃ ઇન્ડિયન અમેરિકન સહિત તમામ ઇમીગ્રન્ટસ ખુશખુશાલ

 

વોશીંગ્ટનઃ ૨૦૨૦ની સાલમાં અમેરિકામાં યોજાનારી વસતિ ગણતરી માટેની પ્રશ્નોતરીમાંથી આખરે ''સીટીઝનશીથ'' પ્રશ્ન રદ કરવા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ સંમતિ આપી દીધી છે.

 

ઉલ્લેખનીય છે કે વસતિ ગણતરીની પ્રશ્નોતરીમાં આ પ્રશ્નના કારણે અમેેરિકાનું નાગરિકત્વ નહી ધરાવતા અનેક વિદેશીઓ માટે હકાલપટ્ટીનો ભય હતો. જે હવે દુર થયો છે. જેની સામે ટ્રમ્પએ જણાવ્યા મુજબ આ બાબતની માહિતી તેઓ ફેડરલ એજન્સીના ડેટા દ્વારા મેળવી લેશે.

ટ્રમ્પના આ નિર્ણયને ઇન્ડિયને ઇન્ડિયન અમેરિકન સહિત તમામ ઇમીગ્રન્ટસએ વધાવી લીધો છે.

(9:04 pm IST)