Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ભારતનો સ્વાતંત્ર્ય દિન ૧પ ઓગસ્ટ બ્રિટનમાં '' નેશનલ ડે'' તરીકે ઉજવોઃ સ્થાનિક ભારતીયો દ્વારા શરૂ કરાયેલું અભિયાનઃ હાઉસ ઓફ કોમર્સ પરિસરમાં સાંસદોને આવેદનપત્ર અપાશે.

લંડનઃ  બ્રિટન શાસનમાંથી મુકત થયેલા ભારત દેશનો સ્વાતંત્ર્ય દિવસ ૧પ  ઓગસ્ટ બ્રિટનમાં ''નેશનલ ડે'' તરીકે ઉજવવામાં  આવે તેવી માંગણી  સાથેનું એક  અભિયાન સ્થાનિક ભારતીયો દ્વારા  શરૂ કરાયું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 આ  અભિયાનનું નેતૃત્વ બ્રિટનમાં  જન્મેલા ભારતીય મૂળના  મહિલા ટીવી એન્કર સુશ્રી અનિતા  રાની લેશે. જેમના નેતૃત્વ  હેઠળ બુધવારે હાઉસ ઓફ કોમર્સ પરિસરમાં  સાંસદોને આવેદનપત્ર અપાશે.

આ અભિયાનને  ભારતીય મૂળના બ્રિટનના સાંસદ શ્રી વીરેન્દ્ર  શર્માએ સમર્થન આપ્યું છે. અભિયાનનો  હેતુ બ્રિટિશ સમાજમાં સાઉથ એશિયન લોકોના યોગદાનની નોંધ લેવાય તેવો છે.

(10:53 am IST)
  • ગાંધીનગરમાં રાજયની કેબીનેટ બેઠક રદ્દ : ભારે વરસાદની સ્થિતિને કારણે દર બુધવારે મળતી રાજય સરકારની કેબીનેટ બેઠક રદ્દ કરવાનો નિર્ણય : વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ પણ રદ્દ થવાની શકયતા access_time 6:12 pm IST

  • પુરાતત્ત્વવિદોના એક સમૂહને આ મહિને ઉત્તર ઇજિપ્તના એલેક્ઝેન્ડ્રિયામાંથી 2000 વર્ષ પહેલાનું તોતિંગ તાબૂત મળ્યું છે. આ તાબૂતનો ટૉલોમેઇક યુગ(ઇ.સ. પૂર્વે 300થી 200)નું છે. આ યુગની શરૂઆત સિકંદરના મૃત્યુ સાથે થઈ હતી, જેમણે એલેક્ઝેન્ડ્રિયા વસાવ્યું હતું. પુરાતત્વવિદોએ શક્યતા વ્યક્ત કરી છે કે આ મકબરો સિકંદર અથવા એલેક્ઝાન્ડ્રિયાના કોઇ અમીર વ્યક્તિનો હોઇ શકે છે. access_time 1:40 am IST

  • દેશભરમાં રેલવે સ્ટેશનોમાં દૂધના આઉટડેટ ખોલાશે :રેલ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે દૂધનો વપરાશ વધારવા દેશભરના રેલવે સ્ટેશનો પર દૂધ ઉપલબ્ધ કરાવવા યોજના બનાવાઈ રહી છે;દૂધના ઉત્પાદકોના સહયોગથી યોજના કાર્યાન્વિત કરાશે access_time 1:28 am IST