Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ભારતનો સ્વાતંત્ર્ય દિન ૧પ ઓગસ્ટ બ્રિટનમાં '' નેશનલ ડે'' તરીકે ઉજવોઃ સ્થાનિક ભારતીયો દ્વારા શરૂ કરાયેલું અભિયાનઃ હાઉસ ઓફ કોમર્સ પરિસરમાં સાંસદોને આવેદનપત્ર અપાશે.

લંડનઃ  બ્રિટન શાસનમાંથી મુકત થયેલા ભારત દેશનો સ્વાતંત્ર્ય દિવસ ૧પ  ઓગસ્ટ બ્રિટનમાં ''નેશનલ ડે'' તરીકે ઉજવવામાં  આવે તેવી માંગણી  સાથેનું એક  અભિયાન સ્થાનિક ભારતીયો દ્વારા  શરૂ કરાયું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 આ  અભિયાનનું નેતૃત્વ બ્રિટનમાં  જન્મેલા ભારતીય મૂળના  મહિલા ટીવી એન્કર સુશ્રી અનિતા  રાની લેશે. જેમના નેતૃત્વ  હેઠળ બુધવારે હાઉસ ઓફ કોમર્સ પરિસરમાં  સાંસદોને આવેદનપત્ર અપાશે.

આ અભિયાનને  ભારતીય મૂળના બ્રિટનના સાંસદ શ્રી વીરેન્દ્ર  શર્માએ સમર્થન આપ્યું છે. અભિયાનનો  હેતુ બ્રિટિશ સમાજમાં સાઉથ એશિયન લોકોના યોગદાનની નોંધ લેવાય તેવો છે.

(9:14 pm IST)