Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ઇમ્‍પેકટ ફંડઃ ઇન્‍ડિયન અમેરિકન પ્રજાજનોને રાજકિય ક્ષેત્રે નેતૃત્‍વ સંભાળવા પ્રોત્‍સાહિત કરતી રાજકિય કમિટીઃ ૧૦ જુલાઇના રોજ ઇન્‍ડિયન એમિરકન ઉમેદવારો શ્રી સુનિલ ગુપ્તા તથા સુશ્રી મુદીતા ભાર્ગવને સમર્થન ઘોષિત કર્યુ

વોશિંગ્‍ટનઃ ઇન્‍ડિયન અમેરિકન પ્રજાજનોને  રાજકિય ક્ષેત્રે નેતૃત્‍વ સંભાળવા પ્રોત્‍સાહિત કરવા તથા સ્‍થાનીક  ભારતીયો તેમને સમર્થન આપે તથા ડોનેશન આપે તે માટે કાર્યરત રાજકિય કમિટી ‘‘ઇમ્‍પેકટ ફંડ'' એ ૧૦ જુલાઇ ર૦૧૮ ના  રોજ બે ઇન્‍ડિયન અમેરિકન ઉમેદવારોને સમર્થન ઘોષિત કર્યુ છે.

આ  ર  ઉમેદવારોમાં મિચીગન સ્‍ટેટના ૧૧મા ડીસ્‍ટ્રીકટની કોંગ્રસની સીટ માટેના ઉમેદવદાર શ્રી સુનિલ ગુપ્તા તથા કનેકટીકર ટ્રેઝરર પદ માટે  ચૂંટણી લડી રહેલા સુશ્રી મુદીતા ભાર્ગવનો સમાવેશ થાય છે.

રાઇઝના કો.ફાઉન્‍ડર શ્રી ગુપ્તાએ ચૂંટણી ફંડ ભગુ કરવામાં ૧૧મા ડીસ્‍ટ્રીકટનો રેકોર્ડ તોડી બતાવ્‍યો છે. તેઓ ડેમોક્રેટ ઉમેદવાર છે. જયારે સુશ્રી મુદીતાએ ગવર્નર પદ ઉપર નોંધાવેલી ઉમેદવારી પાછી ખેંચી લઇ  ટ્રેઝરર તરીકે ઉમેદવારી નોંધાવી છે. તેઓ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની ઇમીગ્રન્‍ટ પોલીસીના વિરોધી તરીકે સુવિખ્‍યાત છે.

(10:44 pm IST)