Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

અમેરિકામાં 1 હજાર કિલો જેટલા ગાંજા સાથે ભારતીય મૂળનો નાગરિક પકડાયો : કેનેડાથી ટ્રકમાં ભરીને અમેરિકામાં ગાંજો ઘુસાડી રહેલા 30 વર્ષીય યુવાન ગુરપ્રીત સિંઘની ધરપકડ : આરોપ સાબિત થયે 10 વર્ષથી આજીવન કેદ સુધીની સજા થઇ શકે

વોશિંગટન : અમેરિકામાં ગાંજાની હેરાફેરી કરવાના આરોપસર ભારતીય મૂળના 30 વર્ષીય શીખ યુવાન ગુરપ્રીત સિંઘની ધરપકડ થઇ છે.તે કેનેડાથી ટ્રકમાં ભરીને 3346 પાઉન્ડ એટલેકે અંદાજે 1 હજાર કિલો ઉપરાંત ગાંજો લઇ જઈ રહ્યો હતો ત્યારે પોલીસને શક જતા તેનો ટ્રક અટકાવી તલાશી લેવામાં આવી હતી.જેમાંથી ગાંજાનો ઉપરોક્ત જથ્થો મળી આવતા તેની ધરપકડ કરાઈ છે.

જો તેના ઉપરનો આરોપ પુરવાર થશે તો તેને 10 વર્ષની અથવા આજીવન કેદની સજા થઇ શકે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:24 pm IST)