Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

''સ્ટુડન્ટ વીઝા ડે'': ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાના વીઝા મેળવવા અરજી કરનાર સ્ટુડન્ટસને આવકાર સાથે માર્ગદર્શન આપતો દિવસઃ યુ.એસ.મિશન ઇન ઇન્ડિયાના ઉપક્રમે આજ ૧૨ જુન ૨૦૧૯ના રોજ મુંબઇ મુકામે ૪ હજાર સ્ટુડન્ટસને એડમિશન પ્રક્રિયાથી વાકેફગાર કરાયાઃ education usa india મોબાઇલ એપ.નું લોન્ચીંગ કરાયું

મુંબઇઃ આજરોજ યુ.એસ.મિશન ઇન ઇન્ડિયાનો પાંચમો વાર્ષિક ''સ્ટુડન્ટ વીઝા ડે'' ઉજવાઇ ગયો. જે અંતર્ગત ભારતના સ્ટુડન્ટસને યુ.એસ.માં હાયર એજ્યુકેશન માટે ''એજ્યુકેશન યુ.એસ.એ. નેટવર્ક સાથે જોડવામાં આવે છે. તથા અધિકૃત યુનિવર્સિટીની માહિતી આવામાં આવે છે.

આ તકે યુ.એસ.માં ઉચ્ચ શિક્ષણ માટે સ્ટુડન્ટસ વીઝા મેળવવા અરજી કરનાર ૪ હજાર સ્ટુડન્ટસને આવકારવામાં આવ્યા હતા.  જે પ્રસંગે ન્યુ દિલ્હી ખાતેના યુ.એસ.દ્દતાવાસના પ્રતિનિધિ તથા ચેન્નાઇ હૈદ્દાબાગદ, કોલકતા, અને મુંબઇ ખાતેના કોન્સ્યુલેટસ જનરલ હાજર રહ્યા હતા. તથા પૂર્વ સ્ટુડન્ટસ વકતાઓ વીડિયો, તેમજ એજ્યુકેશન યુ.એસ.એ. તથા અમેરિકન લાયબ્રેરીના પ્રતિનિધિઓને પણ આમંત્રિત કર્યા હતા.

ઉપસ્થિત સ્ટુડન્ટસને એડમિશન માટેની પ્રક્રિયાની અધિકૃત માહિતી આપી હતી. તથા એજ્યુકેશન શ્લ્ખ્ ઇન્ડિયા મોબાઇલ એપ્લીકેશનનું યુ.એસ. દૂતાવાસ દ્વારા લોન્ચીંગ કરાયું હતું. સ્ટુડન્ટસ તથા તેમના વાલીઓ સાથે પ્રશ્નોતરી કરાઇ હતી. તેવું યુ.એસ. કોન્સ્યુલેટ જનરલ મુંબઇની યાદી જણાવે છે.

(8:06 pm IST)