Gujarati News

Gujarati News

News of Sunday, 17th May 2020

અમેરિકા પછી હવે જાપાને પણ WHO ઉપર શંકાની સોય તાકી : કોરોના સંક્ર્મણ મુદ્દે ચીનનો ખોટો બચાવ કર્યાનો આક્ષેપ : સોમવારે મળનારી યુ.એન.ની સંસદમાં રજુઆત કરી તપાસની માંગણી કરશે

ટોક્યો : અમેરિકા પછી હવે જાપાનના પ્રાઈમ મિનિસ્ટર શિંજો આબેએ પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ઉપર શંકાની સોય તાકી છે.તેમણે જણાવ્યું છે કે કોરોના વાઇરસના ફેલાવામાં શરૂઆતના તબક્કે  ચીનની ભૂમિકા હોવા છતાં WHO એ તેનો બચાવ કર્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે સોમવારે મળનારી યુ.એન.ની સંસદમાં તેઓ આ અંગે રજુઆત કરશે તથા તપાસની માંગણી કરશે
શિંજોના મતે  ચીનની બેદરકારીને કારણે સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાં સપડાઈ ગયું છે.તથા લાખો લોકોએ જાન ગુમાવી છે.ઉપરાંત દરેક દેશોના અર્થતંત્ર તળીએ ગયા છે.

(9:34 am IST)