Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

‘‘ઇન્‍ટરનેશનલ ઓનર સોસાયટી Psi chi'':દરેક મનુષ્‍યનું જીવન તંદુરસ્‍ત તથા સમૃધ્‍ધ બને તેવા આશય સાથે ૧૯૨૯ની સાલથી કાર્યરત વિશ્વસ્‍તરીય સોસાયટીઃ ૨૦૧૮ થી ૨૦૨૧ની સાલ સુધીના ૩ વર્ષ માટે સોસાયટીના હેડ તરીકે ચૂંટાઇ આવતા ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી રીગન એ.આર.ગુરૂન્‍ગ

વિસ્‍કોસીનઃ યુ.એસ.માં ગ્રીન બે સ્‍થિત યુનિવર્સિટી ઓફ વિસ્‍કોસીનના હયુમન ડેવલપમેન્‍ટ એન્‍ડ સાઇકોલોજી પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન શ્રી રીગન એ.આર ગુરૂન્‍ગ ‘‘ઇન્‍ગરનેશનલ ઓનર સોસાયટી Psi chiના હેડ તરીકે ચૂંટાઇ આવ્‍યા છે.

તેઓ ૨૦૧૮-૧૯ની સાલ દરમિયાન પ્રેસિડન્‍ટ ઇલે.તરીકે ૨૦૧૯-૨૦ની સાલમાં પ્રેસિડન્‍ટ તરીકે તથા ૨૦૨૦-૨૧ સાલમાં પાસ્‍ટ પ્રેસિડન્‍ટ તરીકે એમ.કુલ ૩ વર્ષ માટે સેવાઓ આપશે.

દરેક વ્‍યક્‍તિનું જીવન તંદુરસ્‍ત અને સમૃધ્‍ધ બને તેવા આશપથી ૧૯૨૯ની સાલથી કાર્યરત આ સોસાયટીના હેડ તરીકેની સેવાઓ આપવાની તક મળવા બદલ તેમણે આનંદ તથા રોમાંચ વ્‍યક્‍ત કર્યો હતો.

પ્રોફસર ગુરૂન્‍ગ યુનિવર્સિટી ઓફ વિસ્‍કોસીન ગ્રીન બેએરીયાના Psi chi ચેપ્‍ટરના ફાઉન્‍ડીંગ ફેકલ્‍ટી એડવાઇઝર છે તેમણે સાઇકોલોજી એન્‍ડ હયુમન ડેવલપમેન્‍ટ પ્રોગ્રામ ચેર તરીકે સેવાઓ આપેલી છે ઉપરાંત લિબરલ આર્ટસ ઓફ સાયન્‍સના એશોશીએટ ડીન તરીકે જવાબદારી સંભાળેલી છે તેમણે કાર્નેગી એશોશિએશનનો ‘‘વિસ્‍કોસીન પ્રોફેસર ઓફ ધ ઇયર'' એવોર્ડ પણ મેળવેલો છે તેઓ અમેરિકન સાઇકોલોજીકલ એશોશિએશન તથા એશોશિએશન ફોર સાઇકોલોજીકલ સાયન્‍સ ફેલો છે.

(9:03 pm IST)