Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

‘‘ઇન્‍ડિયન ડોકટર્સ એશોશિએશન (IDA)'': યુ.એસ.ના હયુસ્‍ટનમાં કોમ્‍યુનીટી માટે પેશન્‍ટ કેર, હેલ્‍થ એજ્‍યુકેશન, એકેડેમિક એક્ષલન્‍સ, સહિત વિવિધ ક્ષેત્રે ૧૯૮૩ની સાલથી મદદરૂપ થતું નોનપ્રોફિટ એશોશિએશનઃ ૨૮ એપ્રિલ ૨૦૧૮ના રોજ આયોજીત વાર્ષિક ગાલા પ્રોગ્રામમાં ફંડ રેઇઝીંગ, મનોરંજન, એવોર્ડ એનાયત, સ્‍કોલરશીપ ચેક વિતરણ, સહિતના કાર્યક્રમો યોજાયા

હયુસ્‍ટનઃ યુ.એસ.ના હયુસ્‍ટનમાં ઇન્‍ડિયન ડોકટર્સ એશોશિએશન (IDA)ના ઉપક્રમે ૨૮ એપ્રિલ ૨૦૧૮ના રોજ વાર્ષિક ગાલા તથા નાઇટ ઓફ સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું.

ભારતીય મૂળના ફીઝીશીઅન્‍શ,તથા ડેન્‍ટિસ્‍ટસના બનેલા તથા ૧૯૮૩ની સાલથી પેશન્‍ટ કેર, હેલ્‍થ એજ્‍યુકેશન, એકેડેમિક એકસલન્‍સ સહિતના ક્ષેત્રે કોમ્‍યુનીટીને મદદરૂપ થવા શરૂ કરાયેલ આ નોનપ્રોફિટ IDA આયોજીત આ વાર્ષિક ગાલા પ્રોગ્રામમાં ભારતીય મૂળના તબીબો સપરિવાર હાજર રહ્યા હતા. તથા ટેકસાસ મેડીકલ સેન્‍ટર સહિત ગ્રેટર હયુસ્‍ટનમાંથી ૬૦૦ ઉપરાંત લોકોની હાજરી જોવા મળી હતી.

પ્રોગ્રામમાં સ્‍ટેટના અગ્રણી તબીબો હાજર રહ્યા હતા. તેમજ IDA દ્વારા કરાતી સેવાકીય પ્રવૃતિઓમાં મદદરૂપ થવા અનેક લોકોએ ડોનેશન આપ્‍યા હતા. તેમજ મનોરંજન કાર્યક્રમોના આયોજનો કરાયા હતા. તેજસ્‍વી વિદ્યાર્થીઓને સ્‍કોલરશીપના ચેક અપાયા હતા. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:02 pm IST)