Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

જાનીબાપુ હમેશા જે ગીત ગુનગુનાવતા, એ ગીત આ સમયે યાદ આવી રહ્યું છે - "જીના યહાં, મરના યહાં... ઇસકે સિવા, જાના કહા...! ભુલોગે તુંમ, ભૂલેંગે વો.... પર હમ તુમ્હારે રહેંગે સદા...!"

અમેરિકા ખાતે એક સરળ - વિરલ વિભૂતિ સ્વ. સુરેશચંદ્ર જાની 'નેતા'ની પ્રાર્થનાસભામાં સર્જાયા ભાવભીના દ્રશ્યો : મહાનુભાવો - સગા સંબંધીઓ - મિત્રોએ વાગોળ્યા સુરેશ'બાપુ' સાથેના સંભારણાઓ : રોયલ આલ્બર્ટ પેલેસના હોલમાં ઉપસ્થિત તમામની આખો સદગત સુરેશભાઈની યાદમાં થઈ હતી ભીની : સહુકોઈએ સદગતની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી

ફોર્ડસ (ન્યુજર્સી) : લોકપ્રિય સામાજિક અગ્રણી તથા ઓવરસીઝ ફેન્ડર્સ ઓફ બીજેપી (OFBJP)ના સ્થાપકો પૈકીના તથા પૂર્વ પ્રમુખ, તથા આઇનાના ચેરમેન, અને ગુજરાત ફાઉન્ડેશનના શ્રી સુરેશ જાનીનું દેહાવસાન મે ૦૩,૨૦૧૮ના રોજ ન્યુજર્સી ખાતે થયું હતું.

આ નિમિતે જાની પરિવાર દ્વારા ભાવવંદના પ્રાર્થના સભાનું આયોજન રોયલ આલ્બર્ટ પેલેસ, ફોડર્સ, એડિસન ખાતે તા. ૧૨ મે શનિવારે સવારે કરાયું હતુ. બ્રિજ જોશીના સંગીતમય આયોજન, ફોરમ ગાંધીના સ્વર સાથે ધૂન તથા પ્રાર્થનાઓની શબ્દાંજલિ અપાઇ હતી.

પ્રાર્થના સભાનું સંચાલન આઇના સંસ્થાના શ્રી સુનીલ નાયક તથા ટીવી એશિયાનાં સુશ્રી ગાયત્રી જોશીએ કર્યું હતું અને શ્રી સુરેશભાઇના જીવનમંત્રની ઝીણવટભરી વિગતો સાથે ભાવવાહી વાતાવરણ ઉભું થયું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં ટીવી એશિયા દ્વારા તૈયાર કરેલ સ્લાઇડ શો સાથે સુશ્રી ગાયત્રી જોશીએ સુરેશભાઇની જીવન ગાથા વર્ણવીને તેમની યાદગાર ક્ષણોને જીવંત કરી હતી.

શ્રી મુકેશ કાશીવાલાએ સ્ટેજનું ડેકોરેશન તથા સુરેશભાઇની વિશાળ તસ્વીર થકી સમગ્ર વાતાવારણને 'સુરેશમય' બનાવ્યું હતું.

ભારતના વડાપ્રધાન તથા સુરેશભાઇના અંગત સ્નેહી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સંદેશા વાંચન સાથે વકતવ્યોની શરૂઆત કરાઇ હતી. ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સંદેશાનું વાંચન તથા તેમની વિડિયો કલીપ, મહેસૂલમંત્રી શ્રી કૌશિક પટેલના સંદેશાનું વાંચન કરાયું હતું. તો કાર્યક્રમ દરમ્યાન કેન્દ્રિય મંત્રી શ્રી પુરૂષોતમ રૂપાલાના ટેલિફોનિક સંદેશનું જીવંત પ્રસારણ પણ કરાયું હતું.

શ્રી સુરેશભાઇ જાનીના પરિવારજનો તથા સ્નેહીઓએ પોતાના વકતવ્યોમાં સુરેશભાઇ સાથેની પોતાની યાદોને વાગોળી હતી.

વકતાઓમાં સર્વપક્ષ પદ્મશ્રી એચ.આર.શાહ, પદ્મશ્રી ડો.સુધીર પરીખ, ડો. નવીન મહેતા, ડો. રાજ ભાયાણી, શ્રી પીયુષ પટેલ, શ્રી પીટર કોઠારી, શ્રી વીરુ પટેલ, શ્રી પ્રવીણ ખાટીવાલા, શ્રી અલ્બર્ટ જસાણી, શ્રી મુકેશ કાશીવાલા, શ્રી કૌશિક અમીન, શ્રી જનક રાવલ,અમિત શેઠિયા, રેણુબહેન ઉપાધ્યાય, હસમુખીબહેન પંડયા, પ્રેમીબહેન પટેલ, શ્રી જગદીશ પટેલ (એકટર), શ્રી રૂપેશ ત્રિવેદી, શ્રી જગદીશ સેવાણી, શ્રી બલિ પટેલ, શ્રી રાજુ પટેલ, સિનિયર્સ એસોસીએશન્શ વતી શ્રી રમણભાઇ શાહ, આર.એસ.એસ.ના શ્રી યલોજીરાવ, ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્કના શ્રી મીનેશ પટેલ, આઇ સી એસના શ્રી રાજેષ પટેલ,  શ્રી ભાવેશ દવે, શ્રી સુરેશ પટેલ (મુખ્ય), શ્રી ભાવેશ પટેલ,  ડો.તુષાર પટેલ,  વિગેરે સહિત અગ્રણીઓેએ  ભાવાંજલિ અર્પણ કરી હતી.

આ સમયે ભારતીય સમુદાયના અનેક અગ્રણીઓની ઉપસ્થિતિ ઉલ્લેખનીય હતી. સદગત સુરેશભાઇના પત્નિ સુશ્રી દીપ્તીબહેન જાનીએ, સુરેશભાઇના જીવનના અનેક પ્રસંગો યાદ કરીને તેમની કામગીરીને તથા તેમના સહજીવનને યાદ કરી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. કાર્યક્રમના અંતે શ્રી સુરેશ જાનીના પુત્ર અમિત જાનીએ ઉપસ્થિતોની આભારવિધિ કરી હતી. કાર્યક્રમના અંતે પ્રસાદી લઇને સહુએ વિદાય લીધી હતી. 

આઇસીએસના શ્રી અનિલ પટેલ તથા ઇન્ડિયન મર્ચન્ટસ એસોસીએશનના શ્રી રાજુ પટેલે ભાવ વાહી ભજન ગાઇને શ્રધ્ધાંજલિ સર્પણ કરી હતી.

ભારતીય સમુદાયના અનેક અગ્રણીઓની ઉપસ્થિતિ ઉલ્લેખનીય હતી. સર્વશ્રી સુભાષ દોશી, શ્રી પોપટભાઇ પટેલ, મિડિયાના સર્વશ્રી ચંદ્રકાત્ન ત્રિવેદી, તેમા પત્નિ નિર્મળાબહેન ત્રિવેદી, શ્રી પંકજ બ્રહ્મભટ્ટ, શ્રીગુંજેશ દેસાઇ, શ્રી સુધીર વ્યાસ, શ્રી નિતીન ગુર્જર, શ્રી અરવિંદ સંત, રાજભોગના શ્રી અરવિંદ પટેલ, શ્રી રાજુ પટેલ, ઓએફબીજેપીના શ્રી જગદીશ સેવાણી, શ્રી મધુ ઉપાધ્યાય, શ્રી કૃષ્ણ રેડ્ડી, ડો.દિનેશ પટેલ તથા સુશ્રી શોભના પટેલ, સુશ્રી પારૂલ અમીન, સુશ્રી સંધ્યા પટેલ, શ્રી અજિતભાઇ ઉપાધ્યાય, શ્રી પ્રમોદભાઇ ઉપાધ્યાય, સુશ્રી દક્ષાબહેન ઉપાધ્યાય, તથા પરિવાર, શ્રી કિશોર (મામા) પંડયા તથા પરિવાર, વિગેરે ઉલ્લેખનીય હતા.

(તસ્વીર સૌજન્ય - શ્રી ગુન્જેશ દેસાઈ, ટિવી એશીયા, ન્યુજર્સી)

(4:13 pm IST)
  • કોંગી ધારાસભ્યને ઇડીના દરોડાની ધમકી અપાઇ : જેડીએસના મુખિયા કુમારસ્વામીનો ધડાકોઃ બેંગલુરૂના રિસોર્ટમાંથી ગુમ થયેલ કોંગી ધારાસભ્ય આનંદસિંઘને ''ઇડી''ના દરોડાની ધમકી આપવામા આવી હતી. access_time 4:26 pm IST

  • તેજસ્વીનું 'તેજસ્વી' નિવેદન : બિહારમાં આરજેડી મોટો પક્ષ છે, સરકાર રચવા તક આપો ! access_time 4:25 pm IST

  • બીટકોઈન તોડ મામલો: CID ક્રાઇમની સૌથી મોટી કાર્યવાહી: નલિન કોટડીયા વિરુદ્ધ લુકાઆઉટ નોટિસ જારી: દેશભર ના એરપોર્ટને જાણ કરાઈ: નલિન કોટડીયાની મિલકત પણ કરાશે જપ્ત: બીટકોઈન કેસ માટે રચાયેલ SIT ની મળી મેગા મિટિંગ: CID ક્રાઇમના DG આશિષ ભાટિયાની અધ્યક્ષતામાં મળી મિટિંગ: DIG, SP, 2 DYSP, 2 PI, PSI અને સાયબર એક્સપર્ટ મિટિંગમાં હાજર: નવી એફ આઈ આર નોંધવા માટે ઘડાઈ રણનીતિ: ટૂંક સમયમાં CID કરી શકે છે નવો ધડાકો:નલિન કોટડીયા ના લોકેશન માટે પણ કરાઈ ચર્ચા access_time 12:19 am IST