Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

અમેરિકાના પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રનો નવો ફતવોઃ સ્‍ટુડન્‍ટ વીઝા મેળવી ઉચ્‍ચ અભ્‍યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ માટે વીઝા નિયમો કડક બનાવાયાઃ સ્‍ટુડન્‍ટ વીઝાની મુદત પુરી થયા પછીના ૬૦ દિવસમા ઇમીગ્રેશન સ્‍ટેટસ ન મેળવે તો ભવિષ્‍યમાં અમેરિકામાં પ્રવેશ ઉપર બાન મુકાવાની શક્‍યતા

વોશીંગ્‍ટનઃ સ્‍ટુડન્‍ટ વીઝા મેળવી ઉચ્‍ચ અભ્‍યાસ માટે અમેરિકા જતા વિદેશના વિદ્યાર્થીઓ માટે ટ્રમ્‍પ સરકારે વધુ કડક નિયમો બનાવ્‍યા છે. જે ૯ ઓગ.થી અમલ બનાવવા મુકાયા છે.

વીઝા નિયમો મુજબ સ્‍ટુડન્‍ટ વીઝાની મુદત પુરી થયા પછીના ૬૦ દિવસમાં વિદ્યાર્થીએ વર્ક વીઝા અથવા ઇમીગ્રેશન સ્‍ટેટસ મેળવી લેવાનું હોય છે. જે નિયત સમય મર્યાદામાં ન મેળવાય તો તેણે અમેરિકા છોડી વતનમાં વિદાય થઇ જવાનું રહે છે તેમ છતાં તે જો ૧૮૦ દિવસથી વધારે સમય સુધી રોકાય જાય તો તેને આગામી ૩ થી ૧૦ વર્ષ સુધી અમેરિકામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાઇ શકે છે. અને જો એક વર્ષ કરતાં વધુ સમયનું ગેરકાયદે રોકાણ હોય તો તેને અમેરિકામાં પ્રવેશ માટે કાયમી પ્રતિબંધ મુકાઇ શકે છે. તેવું ઉદાહરણ સાથે સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:00 pm IST)