News of Wednesday, 16th May 2018

‘‘શ્રી શનિદેવ જયંતિ'': અમેરિકાના ન્‍યુયોર્કમાં આવેલા શ્રી શનિશ્વરા ટેમ્‍પલમાં આજ ૧૫મે મંગળવારથી ૧૯મે ૨૦૧૮ શનિવાર સુધી થનારી ઉજવણીઃ હોમ, હવન, તેલ. અભિષેકમ, પ્રીતિ પૂજા, તથા શાંતિ પૂજા દ્વારા તમામ પ્રકારના દોષો દૂર કરવાની તક

ન્‍યુયોર્કઃ યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વરા ટેમ્‍પ, ૧૬૧૬, હિલસાઇડ એવન્‍યુ, ટેમ્‍પલ સ્‍ટુટ, ન્‍યુ હાઇડ પાર્ક, ન્‍યુયોર્ક મુકામે ૧૫ મે થી ૧૯મે ૨૦૧૮ દરમિયાન શ્રી શનિદેવ જયંતિ ઉજવાશે.

ઉજવણી અંતર્ગત હોમ, હવન, યજ્ઞ, તેલ અભિશેકમ, પ્રીતિ પૂજા, શાંતિ પૂજા, સહિતના આયોજનો દ્વારા તમામ પ્રકારના દોષોનું નિવારણ કરવાનું આયોજન કરાયું છે.

પૂજામાં ભાગ લેવા તથા ડોનેશન માટે કોન્‍ટેક નં.૫૧૬-૩૫૮-૯૪૦૨ દ્વારા સંપર્ક સાધવા ટેમ્‍પલની યાદીમાં જણાવાયું છે.

(9:27 am IST)
  • આગામી દાયકામાં દિલ્હી વિશ્વનું સૌથી વધુ વસ્તીવાળું શહેર બનશે :2050 સુધીમાં દુનિયામાં શહેરી વસ્તીમાં ભારતનું સૌથી વધુ યોગદાન હશે :હાલમાં વિશ્વની 55 ટકા શહેરી વસ્તી 2050માં વધીને 68 ટકા લોકો શહેરોમાં વસવાટ કરતા હશે :સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ access_time 11:15 pm IST

  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • કર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન ? : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST