Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

અમેરિકન મિડીયા ભારતની નકારાત્‍મક છબી ઉપસાવી રહ્યું છેઃ વિકાશશીલ દેશના હકારાત્‍મક સમાચારોને બદલે નકારાત્‍મક સમાચારોને પ્રાધાન્‍ય અપાય છેઃ અમેરિકા ખાતેના ભાજપના રાજદૂત શ્રી નવતેજ સરનાની નારાજગી

વોશીંગ્‍ટનઃ તાજેતરમાં અમેરિકાની થિંક ટેંક ‘‘સેન્‍ટર ફોર સ્‍ટ્રેટેજીક એન્‍ડ ઇન્‍ટરનેશનલ સ્‍ટજીઝ'' સમક્ષ ઉદબોધન કરતાં ભારતના રાજદૂત શ્રી નવતેજ સરનાએ અમેરિકન શ્રી નવતેજ સરનાએ અમેરિકન મિડીયાની ટીકા કરતાં જણાવ્‍યું હતું કે તેઓ ભારતની નકારાત્‍મક છબી ઉપસાવવાની કોશિષ કરે છે જે ચિંતાજનક બાબત છે.

તેમણે ઉમેર્યુ હતું કે ભારત વિકાસ કરી રહ્યું હોવા છતાં તેના સમાચારોને બદલે નકારાત્‍મક સમાચારોને પ્રાધાન્‍ય અપાતુ જોવા મળે છે. જે યોગ્‍ય નથી.

 

(11:06 pm IST)
  • બેંગ્લોરમાં રાત્રે ભારે વરસાદ તૂટી પડયો હતો access_time 11:26 am IST

  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST

  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST