News of Monday, 14th May 2018

‘‘ભારતના સંતો (સેન્‍ટસ ઓફ ઇન્‍ડિયા)'': અમેરિકામાં વસતા ભારતીય મૂળના બાળકોને ભારતના સંતો તથા સંસ્‍કૃતિ વિષે માહિતિ આપતું પુસ્‍તકઃ બૌધ્‍ધ,જૈન,હિન્‍દુ,મુસ્‍લિમ તથા શીખ સમાજમાં થઇ ગયેલા ૧૮ સંતો વિષે ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટ રાહિલ કાપડિયા લિખિત પુસ્‍તક દ્વારા થનારી તમામ આવક જરૂરિયાતમંદો માટે વપરાશે

કેલિફોર્નિયાઃ ભારતના સંતો (સેન્‍ટસ ઓફ ઇન્‍ડિયા) નામક પુસ્‍તક અમેરિકા સાન જોસ કેલિફોર્નિયામાં વસતા તથા ૮મા ગ્રેડમાં અભ્‍યાસ કરતા ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટ રાહિલ કાપડિયાએ પ્રસિધ્‍ધ કર્યુ છે.

ભારતીય મૂળના બાળકો ભારતના સંતો વિષે જાણકારી મેળવી ભારતની સંસ્‍કૃતિ વિષે વાકેફગાર થાય તેવા હેતુથી લખાયેલા આ પુસ્‍તકમાં ભારતના ૧૮ સંતોનું જીવન ચરિત્ર દર્શાવે છે જેમાં હિન્‍દુ,મુસ્‍લિમ,બૌધ્‍ધ,જૈન, તથા શીખ સમાજમાં થઇ ગયેલા સંતોનો સમાવેશ થાય છે જેઓના પરિચય સાથે તેમનું હાથે દોરેલું ચિત્ર પણ મુકવામાં આવ્‍યું છે.

આ સંતોમાં ગૌતમ બુધ્‍ધ, અંદલ, આદિ શંકરાચાર્ય, દઝરત નિઝામુદીન, જ્ઞાનેશ્વર, સ્‍વામી રામકૃષ્‍ણ, દયાનંદ સરસ્‍વતી શ્રીમદ રાજચંદ, રમણ મહર્ષિ, મધર ટેરેસા તથા ચિન્‍મયાનંદ સરસ્‍વતીનો સમાવેશ થાય છે.

આ પુસ્‍તક દ્વારા થનારી તમામ આવક જરૂરિયાતમંદો માટે વપરાશે તેવું રાહિલ કાપડિયાએ સમાચાર સૂત્રોને જણાવ્‍યું છે.

(9:43 pm IST)
  • ભાવનગર : બંધ પડેલો ટ્રક આપોઆપ પાછળ ચાલવા લાગતા, ત્યાં ઉભેલી બાળકીનું ટ્રક નીચે આવી જતા મોત : કુંભારવાડાથી મોતી તળાવ રોડ પર બની ઘટના : 10 વર્ષની વનિતાનું સ્થળ પર મોત નીપજતા ગરીબ પરિવારમાં ફેલાયો માતમ access_time 8:46 pm IST

  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • કર્ણાટક કોંગ્રેસના ફૂટ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કે. બી. કોલીવાડએ કહ્યું સિદ્ધારામૈયા અસલમાં કોંગ્રેસી નથી : સિદ્ધારામૈયા પોતાને પાર્ટીના બોસ મને છે પરંતુ તેઓના કારણે કોંગ્રેસનું ઘણું નુકશાન થયું access_time 11:15 pm IST