News of Tuesday, 15th May 2018

કિર્ગીસ્‍તાનમાં મેડીકલના અભ્‍યાસ માટે ગયેલો ગુજરાતનો યુવક કોમામાં સરી પડયોઃ એર એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા અમદાવાદ લાવી એપોલો હોસ્‍પિટલમાં દાખલ કરાયો

કિર્ગીસ્‍તાનઃ ગુજરાતના બનાસકાંઠાના ખેડૂત પરિવારનો યુવાન ૧૮ વર્ષીય વિરેન્‍દ્રસિંહ રાજપૂત કિર્ગીસ્‍તાનમાં ગયા વર્ષે ૨૦૧૭ની સાલમાં મેડીકલના અભ્‍યાસ માટે ગયો હતો. જયાં થોડા દિવસ પહેલા અચાનક તેની તબિયત લથડતા કોમામાં જતો રહેતા પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા હતા.

આથી મેગ્નેશિયા પ્રા.લી.ના શ્રી શેખર દવે તથા શ્રી વણાજી રાજપૂત આ વિદ્યાર્થીને એર એમ્‍બ્‍યુલન્‍સમાં અમદાવાદ લઇ આવ્‍યા હતા. તથા એપોલો હોસ્‍પિટલમાં યુવકને દાખલ કરાવી દીધો હતો.

યુવકના પરિવારને મદદરૂપ થવા સ્‍થાનિક રાજપૂત પરિવારે ૩૦ લાખ રૂપિયાનો ફાળો એકત્રિત કરી દીધો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:59 pm IST)
  • સુપુર્દ-એ-ખાક : તમામ તાકાત કામે લગાડી પણ અંતે કર્ણાટકમાં કોંગ્રેસનું ઢીમ ઢાળી દેવામાં મોદી-શાહ સફળ થયા... સુપુર્દ-એ-ખાક ટાઇટલ સાથે પ્રસિધ્ધ થયેલું લાજવાબ કાર્ટુન જાણીતા ડેટા એનાલીસ્ટ જી-પ્રધાને ટવીટર ઉપર ટ્વીટ કર્યુ છે access_time 4:22 pm IST

  • મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રવાના :કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવશે :બેંગ્લુરુમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઈ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ :કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રોકાવવા માટે 125 રૂમ બુક કરાવાયા અહેવાલ :બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ રવાના કરાયા access_time 12:54 am IST

  • કર્ણાટક કોંગ્રેસના ફૂટ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કે. બી. કોલીવાડએ કહ્યું સિદ્ધારામૈયા અસલમાં કોંગ્રેસી નથી : સિદ્ધારામૈયા પોતાને પાર્ટીના બોસ મને છે પરંતુ તેઓના કારણે કોંગ્રેસનું ઘણું નુકશાન થયું access_time 11:15 pm IST