Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

ઓવરસીઝ સીટીઝન ઓફ ઇન્ડિયા ( OCI ) કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર : હવે અવારનવાર કાર્ડ રીન્યુ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ : ભારત સરકારના નવા નિયમ મુજબ ફક્ત એક જ વખત રીન્યુ કરાવેલું કાર્ડ કાયમ ચાલશે : ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( GOPIO ) ના ચેરમેન ડો.થોમસ અબ્રાહમે નવા નિયમને આવકાર્યો

વોશિંગટન : ભારત સરકારે તાજેતરમાં ઓવરસીઝ સીટીઝન  ઓફ ઇન્ડિયા ( OCI ) કાર્ડ ધારકો માટે જારી કરેલા નવા નિયમ મુજબ હવે અવારનવાર કાર્ડ રીન્યુ કરાવવાની નથી. ફક્ત એક જ વખત રીન્યુ કરાવેલું કાર્ડ કાયમ ચાલશે . ભારત સરકારના આ નવા નિયમને ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( GOPIO ) ના ચેરમેન ડો.થોમસ અબ્રાહમે આવકાર્યો છે. તથા જણાવ્યું છે કે આનાથી વધુ વિદેશી ભારતીયોને ઓસીઆઈ બનવા માટે પણ પ્રોત્સાહન મળશે.અને  ભારતમાં તેમની મુસાફરી, વેપાર અને રોકાણ દ્વારા ભારતને ફાયદો થશે .

ભારતીય કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓસીઆઈ કાર્ડધારકોને હવે 20 વર્ષની ઉંમરે ફક્ત એક કરતા વધારે વખતને બદલે ફક્ત એક જ વાર તેમના દસ્તાવેજ ફરીથી જારી કરવાના રહેશે.આથી
20 અને 50 વર્ષની ઉંમરે કાર્ડને નવીકરણ કરવાની પ્રક્રિયા અંગે ઘણા OCI કાર્ડધારકોની  મૂંઝવણ દૂર થશે અને કોઈએ ફરીથી OCI કાર્ડ નવીકરણ પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નથી .

વિદેશી ભારતીયોમાં ખૂબ પ્રખ્યાત, ઓસીઆઈ કાર્ડ ભારતમાં લાંબા ગાળાની વિઝા મુક્ત મુસાફરી અને રહેવાની સુવિધા આપે છે અને કાર્ડધારકોને સામાન્ય રીતે વિદેશી નાગરિકને ન આપવામાં આવતી સુવિધાઓ આપે છે. અત્યાર સુધીમાં ભારતે લગભગ 37.72 લાખ ઓસીઆઇ કાર્ડ જારી કર્યા છે.

 અગાઉની  જોગવાઈમાં ઓસીઆઈ કાર્ડ ધારકોની ઉંમર 20 વર્ષથી ઓછી અને 50 વર્ષથી વધુ હોય ત્યારે તેમના  પાસપોર્ટ નવીકરણ સમયે  દર વખતે નવેસરથી ઓસીઆઈ કાર્ડ માટે અરજી કરવાની આવશ્યકતા હતી. જેના કારણે ભારતીય મૂળના લોકોમાં ભારે અસ્વસ્થતા અને મુસાફરીની અસ્થિરતા ઉભી થતી હતી. જે દૂર કરવા માટે ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે તેવું ભારત સરકારના ગ્રહ મંત્રાલયે જણાવ્યું છે.

 

(9:33 am IST)