Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

યુ.એસ.માં કન્‍સાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન સાઇકિઆટીસ્‍ટ અચુથા રેડ્ડીના હત્‍યારા વિરૂધ્‍ધ કોર્ટ કાર્યવાહી શરૂઃ ૧૩ સપ્‍ટેં.૨૦૧૭ના રોજ છરીના ઘા મારી હત્‍યા નિપજાવનાર ઇન્‍ડિયન અમેરિકન આરોપી ૨૧ વર્ષીય ઉમર દત્ત મૃતક રેડ્ડીનો પેશન્‍ટ હતો

કન્‍સાસઃ યુ.એસ.માં ૧૩ સપ્‍ટેં. ૨૦૧૭ના રોજ વિચિતા કન્‍સાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન સાઇકિયાટિસ્‍ટ અચુથા રેડીની હત્‍યા નિપજાવવાના આરોપી ઇન્‍ડિયન અમેરિકન ૨૧ વર્ષીય યુવાન તથા આ સાઇકિયાટિસ્‍ટના પેશન્‍ટ ઉમર દત્ત વિરૂધ્‍ધની કોર્ટ કાર્યવાહી ૧૨ એપ્રિલ ૨૦૧૮ થી શરૂ થઇ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે આરોપી ઉપર ફર્સ્‍ટ ડીગ્રી મર્ડરનો આરોપ છે. તેની પાસેથી હત્‍યા માટે વપરાયેલી છરી મળી  હોવાનું પોલીસ ડીપાર્ટમેન્‍ટએ જણાવ્‍યું હતું. જેના વડે તેણે રેડ્ડી ઉપર અનેક પ્રહાર કર્યા હતા. કેસનું પ્રિલીમીનરી હીઅરીંગ પાંચ જુલાઇ સુધી ચાલશે. મૃતક શ્રી રેડ્ડી યોગા નિષ્‍ણાંત હતા.

(9:30 pm IST)