Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

‘‘હિટ એન્‍ડ રન'': યુ.એસ.ના ઇન્‍ડિયાનામાં સ્‍થાયી થયેલા અંશુલ શર્માને કારની હડફેટે લઇ મોત નિપજાવનાર ડ્રાઇવર દોષિત પુરવારઃ બાઇક લેન ઉપર ચાલ્‍યા જતા ઇન્‍ડિયન અમેરિકન દંપતિને કાર ડ્રાઇવરે હડફેટે લઇ લેતા પતિનું મોત થયુ હતું તથા પત્‍ની ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત થઇ હતી

ઇન્‍ડિયાનાઃ યુ.એસ.માં કોલંબસ ઇન્‍ડિયાનામાં સ્‍થાયી થયેલા ઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર અંશુલ શર્માને હિટ એન્‍ડ રન કેસમાં મોતને ઘાટ ઉતારી દેનાર તથા તેની પત્‍ની સમીરા ભારદ્વાજને ગંભીર ઇજા પહોંચાડનાર ડ્રાઇવર ૩૭ વર્ષીય મિચેલ ડિમાઇઓને ૧૨ મેમ્‍બર્સની બનેલી મિચેલ ડિમાઇઓને ૧૨ મેમ્‍બર્સની બનેલી જ્‍યુરીએ ૯ એપ્રિલ ૨૦૧૮ના રોજ દોષિત ગણ્‍યો છે. જેને ૩મેના રોજ સજા ફરમાવાશે. જેને ૧૬ વર્ષ સુધીની જેલસજા તથા દંડ થઇ શકે છે.

આ હિટ એન્‍ડ રન કેસ ૨૬ માર્ચ ૨૦૧૭ના રોજ બન્‍યો હતો. જે મુજબ બાઇક લેન ઉપર ચાલ્‍યા જતા ઇન્‍ડિયન અમેરિકન દંપતિને આરોપીએ કાર ઉપરનો કાબૂ ગુમાવી અડફેટમાં લઇ લીધા હતા પરિણામે અંશુલનું મોત નિપજ્‍યુ હતુ તથા તેની પત્‍ની સમીરા ગંભીરરીતે ઇજાગ્રસ્‍ત થઇ હતી. આરોપી સ્‍થળ મુકી નાસી છૂટયો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

(9:28 pm IST)