Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

બાંગલાદેશમાં ધર્મ પરિવર્તન કરી મુસ્‍લિમ બનેલી હિન્‍દુ મહિલાના મૃતદેહને દફનાવવો કે અગ્નિ સંસ્‍કાર કરવા?: ૪ વર્ષ સુધી ચાલેલા કોર્ટ કેસના અંતે મહિલાને મૃતક પતિની કબર પાસે દફનાવવાનો કોર્ટનો હુકમ

ઢાકાઃ બાંગલાદેશમાં હિન્‍દુ મહિલાએ ૨૦૧૩ની સાલમાં મુસ્‍લિમ પુરૂષ સાથે લગ્ન કરી મુસ્‍લિમ ધર્મ અંગીકાર કરી લીધો હતો. પરંતુ તેના પરિવાર દ્વારા સખત વિરોધ થતા મુસ્‍લિમ પતિ વિરૂધ્‍ધ અપહરણનો કેસ નોંધાયો હતો. તથા છૂટાછેડાની માંગણી કરાઇ હતી. આ વિવાદથી તંગ આવી ગયેલા મુસ્‍લિમ પતિએ ૨૦૧૪ની સાલમાં આત્‍મહત્‍યા કરી લીધી હતી. ત્‍યારપછીના બેજ માસમાં તેની હિન્‍દુ પત્‍નીએ પણ ઝેર ખાઇ જીવનનો અંત આણી દીધો હતો.

હવે આ હિન્‍દુમાંથી મુસ્‍લિમ બનેલી મહિલાનો અગ્નિ સંસ્‍કાર કરવાની માંગણી તેના પરિવારે કરી હતી. જેઓની માંગણઈ મુજબ મહિલાએ ફરીથી હિન્‍દુ ધર્મ અંગીકાર કરી લીધો હતો. જયારે મુસ્‍લિમ મૃતક પતિના પરિવાર દ્વારા હિન્‍દુમાંથી મુસ્‍લિમ બની ગયેલી પત્‍નીને તેના પતિની કબર પાસે દફનાવવાની માંગણી કરી હતી. આ ૨૦૧૪ની સાલની ઘટનાનો ચૂકાદો હવે ૨૦૧૮ની સાલમાં કોર્ટએ આપી દઇ મહિલાને તેના પતિની કબરની બાજુમાં દફનાવવાનો હુકમ કયો૪ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે ઉલ્લેખનીય છે કે બાંગલા દેશમાં ૯૦ ટકા વસતિ મુસ્‍લિમ જયારે ૧૦ ટકા વસતિ હિન્‍દુઓની છે.    

(9:26 pm IST)
  • અમદાવાદ:રાજ્યના પુર્વ ઇન્ચાર્જ DGP પી.પી.પાન્ડેની પાસપોર્ટ પરત આપવાની અરજી CBI કોર્ટે માન્ય રાખી: CBI કોર્ટે 2 મહિના માટે પાન્ડેને પાસપોર્ટ પરત કરવા કર્યો આદેશ: પી.પી.પાન્ડેએ USA જવા માટે પરત માગ્યો હતો પાસપોર્ટ access_time 1:28 am IST

  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST

  • લાલગેટ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરીને પત્નીના ટુકડા ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાં નાખી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસનો દાવો છે કે રવિવારે હત્યા કરીને લાશ સગેવગે કરવા અલગ અલગ જગ્યાએ શરીરના ટુકડા નાખ્યા હતા. યુવતીનું માથું ઘરમાંથી મળી આવ્યું હતું. આ મામલે સામે આવ્યું છે કે પતિએ છરા વડે પત્નીના શરીરના ટુકડા કર્યા અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધા. ત્યારબાદ ઘરની સાફ-સફાઈ કરી હતી. પત્નીના હાથ અને પગના ટુકડાની થેલી ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તેને રંગેહાથ ઝડપ્યો. access_time 4:01 am IST