Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

‘‘હેટ ક્રાઇમ'' : યુ.એસ.માં ઈન્‍ડિયન અમેરિકન અંકુર મહેતાનું જડબુ તોડી નાખનાર આરોપીને ૩ વર્ષના અજમાયશ પિરીયડની શિક્ષા : ર૦૧૬ની સાલમાં ઇન્‍ડિયન અમેરિકનને આરબ સમજી તેના જડબા, ડોક તથા માથા ઉપર મુક્કાઓ મારી ઇજા પહોંચાડી હતી

પિટસબર્ગ :  યુ.એસ.માં રર નવે. ર૦૧૬ના રોજ પિટસબર્ગ, પેન્‍સિલવેનિયા મુકામે એક ઇન્‍ડિયન અમેરિકન અંકુર મહેતાને આરબ સમજી તેને જડબામાં, ડોકમાં તથા માથામાં મુકકાઓ મારી જડબુ તોડી નાખવામાં આરોપસર અમેરિકન આધેડ પ૬ વર્ષીય જેફરી બોગેસ્‍ને યુ.એસ. ડીસ્‍ટ્રીકટ જજએ હેટ ક્રાઇમના આરોપસર ૩ વર્ષના પ્રોબેશન પીરીપડની શિક્ષા કરી છે.

પોતાના આ પાશવી કૃત્‍ય બદલ જેફરીએ અંકુર મહેતાની માફી માંગી છે. ડીસ્‍ટ્રીકટ જજએ જેફરીનો આ પ્રથમ ગુનો હોવાથી તથા તેની ફેમિલી અને સોશીયલ બેકગ્રાઉન્‍ડને ધ્‍યાને લઇ જેલમાં મોકલવાને બદલે કોમ્‍યુનિટી સર્વિસ, નજર કેદ સહિત સાથે ૩ વર્ષના અજમાયશ પીરિયડની શિક્ષા ફરમાવી છે તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(10:38 pm IST)
  • સલમાનની અરજી જોધપુરની સેશન્સ કોર્ટે કરી મંજૂર : 17 દિવસ માટે જઇ શકશે વિદેશ access_time 4:18 pm IST

  • ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી, પિથૌરગઢ, રૂદ્રપ્રયાગ,નૈનિતાલ, અલ્મોડા સહિતના જિલ્લાઓમાં ૨૪ કલાકમાં વરસશે વરસાદઃ અન્ય જગ્યાએ વાતાવરણ રહેશે સામાન્યઃ ગઇકાલે દેહરાદૂન અને નજીકના કેટલાક વિસ્તારોમાં છાંટા પડયા'તા access_time 3:47 pm IST

  • વડોદરાના બહુચર્ચિત ભટનાગર બંધુઓની ધરપકડ : વડોદરામાં રૂ. 2654 કરોડના કૌભાંડમાં પિતા સુરેશ ભટનાગર અને બન્ને ભાઈઓ અમિત - સુમિત ભટનાગરની ધરપકડ : રાજસ્થાનના ઉદયપુરથી કરાઈ ત્રણેયની ધરપકડ : CBI અને ATSનું સંયુક્ત સફળ ઓપરેશન access_time 12:34 am IST