News of Sunday, 15th April 2018

‘‘મિસીસ એશિયા યુ.કે., સૌંદર્ય સ્‍પર્ધા'': લંડનમાં યોજાઇ ગયેલી પરણેલીસ્ત્રીઓ માટેની સૌંદર્ય સ્‍પર્ધામાં વિજેતા બનતી ભારતીય મુળની મહિલા ૩૩ વર્ષીય શ્રી ભવાની રાકેશ : જુલાઇ ર૦૧૮માં જમૈકા મુકામે યોજાનારી આંતરરાષ્‍ટ્રીય સ્‍પર્ધામાં યુ.કે.નું પ્રતિનિધિત્‍વ કરશે

લંડન : યુ.કે. સ્‍થિત ભારતીય મુળની પરણિત મહિલા ૩૩ વર્ષીય સુશ્રી શ્રી ભવની રાકેશ ‘‘મિસીસ એશિયા યુ.કે. સૌંદર્ય સ્‍પર્ધામાં વિજેતા થઇ છે.

ર૦૧૮ની સાલની શરૂઆતમાં લંડન મુકામે યોજાયેલી આ સ્‍પર્ધામાં ભારતના કર્ણાટકના પરિાવરની આ પુત્રી શ્રીભવનીએ બેંગલોરમાં અભ્‍યાસ કર્યો છે. તથા યુ.કે. સ્‍થિત બિઝનેસ એનાલીસ્‍ટ યુવાન રાકેશ મહેશ્વરન સાથે ર૦૧રની સાલમાં  લગ્ન કર્યા બાદ પતિ સાથે માન્‍ચેસ્‍ટરમાં સ્‍થાયી થઇ છે.

ફાર્મસી ટીચર તરીકે કાર્યરત શ્રી ભવનીએ મહિલાઓને થતા બ્રેસ્‍ટ કેન્‍સર અંગે જાગૃતિ લાવવા માટે સક્રિય કામગીરી બજાવેલ છે. આગામી જુલાઇ ર૦૧૮માં જમૈકા ખાતે યોજાનારી પરણિતસ્ત્રીઓ માટેની આંતરરાષ્‍ટ્રીય સ્‍પર્ધામાં તે યુ.કે.નુ પ્રતિનિધિત્‍વ કરશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:38 pm IST)
  • પ્રમોશન -બઢતીમાં દલિત/એસટી ક્વોટમાં માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે તેમ એક કેન્દ્રીય પ્રધાને કહ્યું છે access_time 10:50 pm IST

  • કબરમાંથી સદ્દામનો મૃતદેહ ગાયબ : ઇરાકના પૂર્વ સતાધીશ સદ્દામ હુસૈનને અલ-અજવા ગામમાં દફનાવ્યા હતા : આજે ત્યાં કોઇ અવશેષ નથી : ૩૦ ડિસે. ર૦૦૬ના દિને દફત થયુ હતું : ઉલ્લેખનીય છે કે, શિયા સમુદાય અહીં સદ્દામનું સ્થાનક બને તેમ ઇચ્છતો ન હતો : ઝીન્યુઝીનો અહેવાલ access_time 11:22 am IST

  • મધ્યપ્રદેશમાં જાનૈયાને લઇ જતો મીની ટ્રક સોનનદીમાં 100 ફૂટ ઊંડે ખાબકતા 20ના મોત ;30 ઘાયલ :સીધી જિલ્લામાં દુર્ઘટના:સોનનદીના પુલનું ડિવાઈડર તોડીને ટ્રક ખાબક્યો :જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા :રાહત-બચાવકાર્ય શરૂ :મીની ટ્રક જિલ્લાના બાહરી થાણા ક્ષેત્ર અમેલિયા નજીક પુલ પરથી 100 ફૂટ ઊંડે પડ્યો :ગેસ કટરથી કાપીને ફસાયેલ લોકોને બહાર કાઢયા access_time 1:42 am IST