News of Saturday, 14th April 2018

અમેરિકામાં સ્‍મોલ પ્‍લેન ક્રેશ થવાથી ગુજરાતી યુવક ર૬ વર્ષીય આનંદ પટેલ સહિત તમામ ૬ પેસેન્‍જરના કરૂણ મોત : એરિઝોના એરપોર્ટથી લાસ વેગાસ જઇ રહેલું પ્‍લેન ટેક ઓફ થતાની સાથે જ ખાબકતા આગમાં ભસ્‍મીભૂત

લાસ વેગાસ : અમેરિકામાં સોમવારે એરિઝોના સ્‍કોટસડેલ એરપોર્ટ ઉપરથી લાસ વેગાસ જઇ રહેલા એક સ્‍મોલ પ્‍લેનમાં ટેક ઓફ થતાની સાથે જ આગ લાગતા અંદર બેઠેલા ગુજરાતી યુવક ર૬ વર્ષીય આનંદ પટેલ સહિત છએ પેસેન્‍જર ઘટના સ્‍થળે જ મૃત્‍યુ પામ્‍યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

સેન્‍ટ્રલ એરિઝોના ગોલ્‍ફ કોર્સમાં સોમવારે રાત્રે ૮.૪પ કલાકે બનેલી આ ઘટના મુજબ મોતને ભેટેલો તમામ ર૬ થી ર૮ વર્ષની વય વચ્‍ચેના ૬ પેસેન્‍જર પૈકીનો ગુજરાતી યુવક આનંદ પટેલ ર૦૦૯ની સાલથી અભ્‍યાસ માટે તેના ભાઇ આકાશ પટેલ સાથે અમેરિકા આવ્‍યો હતો. જે તેના આનંદી તથા ઉત્‍સાહી સ્‍વભાવના કારણે મિત્ર વર્તુળમાં હેપ્‍પી પટેલ તરીકે સુવિખ્‍યાત હતો. તેના મૃત્‍યુના સમાચાર જાણી મિત્ર વર્તુળમાં શોધક છવાઇ ગયો હતો.

(11:04 pm IST)
  • આઈડિયા સેલ્યુલર મોબાઈલના વિસ્તાર માટે આદિત્ય બીઓર્લાં ગ્રુપ 1 બિલિયન ડોલર 7000 કરોડ ઉભા કરશે access_time 10:50 pm IST

  • કાશ્મીરમાં શંકરાચાર્યજીના સ્થાનક શારદા પીઠની અવદશા : પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરમાં આવેલ નીલમ વેલીમાં શંકરાચાર્યજીની મૂળ પીઠ મનાતી શારદા પીઠના અવશેષોની હાલત જોઈ કોઈપણ હિન્દુનો જીવ ઉકળી ઉઠે છે, ચીનના બૌદ્ધ સાધુ શીયાન ઝેંગે ૭મી સદીમાં આ ભવ્ય સ્થળની મુલાકાત લઈ નોંધ લખી છે, ઈન્ડીયાહીસ્ટ્રીપીકના ટ્વીટર હેન્ડલ ઉપર આ વિગતો મુકાયેલ છે access_time 12:50 pm IST

  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST