Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

અમેરિકામાં ભારતીય મૂળની સ્‍ટુડન્‍ટ ૧૮ વર્ષીય તરણજીત પરમારનું મોત નિપજાવનાર અમેરિકન ડ્રાઇવર કસૂરવાન : ગયા વર્ષે ૯ નવે. ના રોજ નાસાઉકાઉન્‍ટીના પાર્કિંગ પ્‍લોટમાં ટ્રક સાથે યુવતિને ઢસડી જઇ મોત નિપજાવ્‍યાનો આરોપ હતો

ન્‍યુયોર્ક : અમેરિકામાં ગયા વર્ષે નવેમ્‍બર માસમાં ભારતીય મુળની ૧૮ વર્ષીય સ્‍ટુડન્‍ટ તરણજીત પરમારનું ટ્રક સાથે ઢસડી જઇ મોત નિપજાવવાના આરોપસર એક અમેરિકન ડ્રાઇવરને જયુરીએ દોષિત ગણ્‍યો છે. જે હાલમાં ૬ લાખ ડોલરના જામીન ઉપર છે. તેને કોર્ટમાં હાજર થવાની મુદત ૧૭મે છે. જો તે કસૂરવાન પુરવાર થશે તો તેને માનવ વધના આરોપસર વધુમાં વધુ ૧૬ વર્ષની જેલ સજા થઇ શકે છે.

આ હિટ એન્‍ડ રન કેસની વિગત મુજબ ગયા વર્ષે ૯ નવે.ના રોજ નાસાઉકાઉન્‍ટીના પાર્કિંગ પ્‍લોટમાં અમેરિકન ડ્રાઇવરના પિકઅપ ટ્રક સાથે ભારતીય મુળની યુવતિની કારની સામાન્‍ય ટક્કર થઇ હતી. યુવતિએ ટ્રકને રોકવાની કોશિષ કરતાં તેને ટ્રક સાથે ઢસડી જઇ મોત નિપજાવ્‍યા નો આરોપ હતો.

(11:04 pm IST)