Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

બ્રિટનના રાજવી પરિવારમાં આવતા મહિને યોજાનારા લગ્ન સમારંભમાં ભારતીય મુળની યુવતિ રોઝીને આમંત્રણ : બિસ્‍કીટના વ્‍યવસાય સાથે સંકળાયેલી પંજાબી માતા-પિતાની પુત્રી અન્‍ય લોકોને પણ વ્‍યવસ્‍થા ક્ષેત્રે પ્રોત્‍સાહિત કરતી હોવાથી કરાવેલી કદર

લંડન : બ્રિટનના પ્રિન્‍સ હૈરી તથા મેઘાન મરકેલના આવતા મહિને થનારા લગ્નમાં આમંત્રિત કરાયેલ ૧ર૦૦ જેટલા મહાનુભાવોમાં ભારતીય મુળની વ્‍યવસાયી મહિલા ૩૪ વર્ષીય રોઝી ગિંડેઉનનો પણ સમાવેશ થતા તે ખુશખુશાલ થઇ ગઇ છે.

ભારતના પંજાબી પરિવારની પુત્રી બિસ્‍કીટ બનાવવાના વ્‍યવસાય સાથે જોડાયેલી છે. જેના બિસ્‍કીટ ‘‘મિસ મૈકારૂન'' નામથી સુવિખ્‍યાત છે. જેના સ્‍વાદથી બર્મિંગહામ ખાતે ગયા મહિને આવેલો રાજવી પરિવાર પ્રભાવિત થયો હતો. સાથોસાથ આ યુવતિ અન્‍ય લોકોને વ્‍યાવસાયિક ક્ષેત્રે આગળ વધારવા પણ પ્રોત્‍સાહિત કરી રહી હોવાનું જણાતા તેને લગ્નમાં હાજરી આપવાનું આમંત્રણ મોકલાયું હોવાનું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(11:01 pm IST)
  • દેશનો બેકારી આંક એપ્રિલમાં 6,75 ટકા જેવો સર્વોચ્ચ સપાટીએ પહોંચશે access_time 10:50 pm IST

  • કબરમાંથી સદ્દામનો મૃતદેહ ગાયબ : ઇરાકના પૂર્વ સતાધીશ સદ્દામ હુસૈનને અલ-અજવા ગામમાં દફનાવ્યા હતા : આજે ત્યાં કોઇ અવશેષ નથી : ૩૦ ડિસે. ર૦૦૬ના દિને દફત થયુ હતું : ઉલ્લેખનીય છે કે, શિયા સમુદાય અહીં સદ્દામનું સ્થાનક બને તેમ ઇચ્છતો ન હતો : ઝીન્યુઝીનો અહેવાલ access_time 11:22 am IST

  • SBIની દશા ખરાબ : મૂલ્યવાન બેંકોના લીસ્ટમાં કોટક મહિન્દ્રા બેંક SBIથી આગળ : કોટક મહિન્દ્રા બેંકની પ્રગતિ : શેરબજારમાં પણ કોટકનો શેર બે ટકા ઉંચકાયો : ઉદય કોટકની નીતિઓ સફળ : કોટકની આગળ હવે માત્ર HDFC જ છે, બાકી બધા પાછળ access_time 12:50 pm IST