News of Friday, 13th April 2018

અમેરિકાના ૭ કોંગ્રેસમેનનું પ્રતિનિધિ મંડળ ભારતના પ્રવાસેઃ ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્‍નામુર્થી સહિતના આ પ્રતિનિધિ મંડળએ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની મુલાકાત લીધી

નવી દિલ્‍હીઃ યુ.એસ.માં ઇલિનોઇસના ૮મા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીક્‍ટમાંથી ચૂંટાઇ આવેલા ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રામ ક્રિશ્‍નામુર્થીએ તાજેતરમાં ૬ એપ્રિલના રોજ નવી દિલ્‍હી મુકામે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની મુલાકાત લીધી હતી.

૭ કોંગ્રેસમેન સાથેનું આ પ્રતિનિધિ મંડળ ૪ એપ્રિલથી ૭ એપ્રિલ ૨૦૧૮ દરમિયાન ભારતના પ્રવાસે આવ્‍યું હતું. વિદેશ મંત્રાલયના આમંત્રણને માન આપી ભારત આવેલા આ પ્રતિનિધિ મંડળએ વડાપ્રધાન તેમજ અન્‍ય કેન્‍દ્રીય મંત્રીઓ સાથે ચર્ચાઓ કરી હતી. તથા વિશ્વના બંને લોકશાહી દેશ ભારત તથા અમેરિકા વચ્‍ચેના સંબંધો વધુ દૃઢ બનાવવા તેમજ વિશ્વમાં સંયુક્‍ત શક્‍તિ વડે શાંતિ સ્‍થાપવા અને પ્રજાને સલામતી બક્ષવા મંત્રણાઓ થઇ હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:40 pm IST)
  • અમદાવાદ:રાજ્યના પુર્વ ઇન્ચાર્જ DGP પી.પી.પાન્ડેની પાસપોર્ટ પરત આપવાની અરજી CBI કોર્ટે માન્ય રાખી: CBI કોર્ટે 2 મહિના માટે પાન્ડેને પાસપોર્ટ પરત કરવા કર્યો આદેશ: પી.પી.પાન્ડેએ USA જવા માટે પરત માગ્યો હતો પાસપોર્ટ access_time 1:28 am IST

  • ગુજરાત લેન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના લાખોના ભ્રસ્ટાચાર કૌભાંડમાં ધરપકડ થયેલ 2 અધિકારી પરમાર અને વાઘેલાને અદાલતે 10 દિવસના રિમાન્ડ પર સોંપેલ છે access_time 10:50 pm IST

  • અમદાવાદના આંબાવાડી વિસ્તારના આંબેડકર નગરમાં મોડી રાત્રે યુવતીની છેડતી બાબતે જૂથ અથડામણને પગલે ભયનો માહોલ છવાઈ ગયો હતો. સામસામે આવી ગયેલા બે જૂથોએ વાહનોને આગ પણ ચાંપી દીધી હતી. ટોળાએ ફાયરબ્રિગેડ અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં ફાયરબ્રિગેડનો એક કર્મચારી ઘાયલ થયો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. access_time 4:00 am IST