Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

AAPI ના 2020-21 ની સાલના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ ચેર તરીકે ચૂંટાઈ આવતા ડો.સજની શાહ : યુ.એસ.ના લોન્ગ આઇલેન્ડ ખાતે 8 ફેબ્રુઆરીના રોજ મળેલી બોર્ડ મિટિંગમાં AAPI પ્રેસિડન્ટ ડો.સુરેશ રેડ્ડીની ઘોષણાં

લોન્ગ આઇલેન્ડ : યુ.એસ.માં લોન્ગ આઇલેન્ડ મુકામે 8 ફેબ્રુઆરીના રોજ મળેલી AAPI ની મિટિંગમાં પ્રેસિડન્ટ ડો.સુરેશ રેડ્ડીએ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ ચેર તરીકે  ડો.સજની શાહ ચૂંટાઈ આવ્યા હોવાનું જણાવ્યું હતું જેથી તેઓને બોર્ડમાં સમાવિષ્ટ કર્યાની ઘોષણા કરી હતી.
ડો.સજનીને તેઓએ બીજી પેઢીના અગ્રણી ફિઝિશિયન તથા બોર્ડના સૌથી યુવાન ટ્રસ્ટી તરીકે વર્ણવ્યા હતા તથા તેમના નામની ઘોષણા કરવા બદલ રોમાંચ અને આનંદ અનુભવ્યો હોવાનું જણાવ્યું હતું ઉપરાંત પોતાના પ્રેસિડન્ટ પદ દરમિયાનની સૌથી મહત્વની ઘટના ગણાવી હતી.

ડો.રેડ્ડીના અધ્યક્ષ સ્થાને મળેલી આ મિટિંગમાં સમગ્ર દેશમાંથી 150 ઉપરાંત પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.તેવું unn દ્વારા જાણવા મળે છે.

(1:56 pm IST)