Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

‘‘પરાણે પ્રીત'': સિંગાપોરમાં સ્‍ટુડન્‍ટ નર્સે લગ્ન કરવાની ના પાડતા હુમલો કરી હત્‍યાનો પ્રયાસઃ ભારતીય મૂળનો યુવાન કસૂરવાનઃ આજીવન કેદ અથવા ૨૦ વર્ષની જેલ સજા થઇ શકે

સિંગાપોરઃ સિંગાપોરમાં રહેતા ભારતીય મૂળના ૩૪ વર્ષીય યુવાનને એક ૨૦ વર્ષીય સ્‍ટુડન્‍ટ નર્સની હત્‍યાના પ્રયત્‍ન બદલ કોર્ટએ કસૂરવાન ગણ્‍યો છે. તેને આજીવન કેદ અથવા ૨૦ વર્ષની જેલ સજા થઇ શકે છે.

ફેબ્રુ.૨૦૧૩માં સ્‍ટુડન્‍ટ નર્સ સાથે મેરેજ કરવાની જીદ લઇને બેઠેલા આ યુવાનને નર્સએ મચક નહીં આપતા તેની સામે જ આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ૧૯ ડીસેં. ૨૦૧૩ના રોજ તે ફરીથી લગ્નનો પ્રસ્‍તાવ લઇ નર્સના નિવાસ સ્‍થાને ગયો હતો. તથા લગ્ન કરવા દબાણ કર્યુ હતું. બાદમાં ફરીથી બીજા દિવસે જઇ નર્સ ઉપર હુમલો કરી તેના ઉપર પ્રહારો કર્યા હતા. ત્‍યારે તેની પાસે છરી પણ હતી તેવું નર્સના પિતાએ જણાવ્‍યું હતું.

તમામ પુરાવાઓ તથા દલીલોને ધ્‍યાને લઇ નામદાર કોર્ટએ યુવાનને કસૂરવાન ગણાવ્‍યો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.  

(10:05 pm IST)