Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

અમેરિકાના વ્હાઇટ હાઉસમાં ઉચ્ચ હોદાઓ ઉપર 3 ઇન્ડિયન અમેરિકનની નિમણુંક : સુશ્રી રીટા બારનવાલ,શ્રી આદિત્ય બામઝાઇ, તથા શ્રી બિમલ પટેલની નિમણુંકને સેનેટની બહાલી માટે મોકલતા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ 3 ઇન્ડિયન અમેરિકનને વ્હાઇટ હાઉસમાં ઉચ્ચ હોદા ઉપર નિમણુંક આપી સેનેટની બહાલી માટે મોકલી દીધેલ છે.જે મુજબ સુશ્રી રીટા બારનવાલને આસી.સેક્રેટરી ઓફ ન્યુક્લિયર એજન્સી,શ્રી આદિત્ય બામઝાઇને મેમ્બર ઓફ પ્રાઇવસી એન્ડ સિવિલ લિબર્ટીસ ઓવરસાઇટ બોર્ડમાં,તથા શ્રી બિમલ પટેલને આસી.સેક્રેટરી ઓફ ટ્રેઝરી તરીકે નિમણુંક આપી છે.

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પએ સત્તાના સૂત્રો સાંભળ્યા બાદ અત્યાર સુધીમાં 3 ડઝન જેટલા ઇન્ડિયન અમેરિકનને મહત્વના હોદાઓ ઉપર નિમણુંક આપી છે.

(11:56 am IST)