Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

બ્રેઈન ડેડ NRI મહિલા સુશ્રી શીલા દેસાઈની દિલાવરી : શરીરના મહત્વના 5 અંગોનું દાન કર્યું : લગ્ન પ્રસંગે ભારત આવ્યા બાદ વલસાડ મુકામે અકસ્માત થતાં મૃત્યુ શૈયા પર

વલસાડ : લગ્નમાં ભારત આવેલી NRI મહિલા સુશ્રી શીલા દેસાઈને વલસાડ મુકામે સ્કૂટર ઉપર ખરીદી કરવા જતા અકસ્માત થયો હતો.પરિણામે તાત્કાલિક વલસાડની હોસ્પિટલમા દાખલ કરાયેલ જ્યાંથી સુરત લઇ જવાની ફરજ પડી હતી.પરંતુ ત્યાં તબીબોએ મહિલાને બ્રેઈન ડેડ જાહેર કરતાં મહિલાના ડ્રાયવિંગ લાયસન્સમાં કરેલી નોંધના આધારે પરિવારજનો તેના અંગોનું દાન આપવા સંમત થયા હતા.જેથી તેની આંખ ,કિડની ,સહીત 5 અંગોનું દાન કરવામાં આવ્યું છે જેનાથી 5 લોકોને નવું જીવન મળ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:15 pm IST)