Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

''ભારત બચાવો'': ઓસ્ટ્રેલિયામાં ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ઉપક્રમે ભારતની ભાજપ સરકાર વિરૂધ્ધ રેલીઃ સિડની તથા મેલબોર્નમાં યોજાયેલી રેલીમાં GDP, બેરોજગારી, મહિલા સુરક્ષા, NRIને થતી કનડગત સહિતના મુદે અવાજ ઉઠાવાયો

ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ ઓસ્ટ્રેલિયા દ્વારા સિડની અને મેલબોર્ન મધ્યે પ્રમુખ મનોજજી તેમજ નેશનલ પ્રેસિડન્ટ ભરતદાન ગઢવીની અધ્યક્ષતામાં આજે ભારત બચાવોના બેનર નીચે ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વિદેશી લોકોએ પણ ભાગ લીધો હતો. અતિ મહત્વના મુદા જેવા કે GDPમાં થઇ રહેલ સતત ઘટાડો, યુવાનોને બેરોજગારી, મહિલા સુરક્ષા, મોંઘવારી, પરીક્ષામાં થતી ગેરરીતિઓ, અને NRIને પોલીસ દ્વારા થતી કનગડત જેવા અનેક મુદાઓ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.

ઉપરાંત જો ભવિષ્યમાં આ મુદાઓ ઉપર સરકાર ગંભીરપણે ચર્ચા નહીં કરે તો વિદેશમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં  આવશે. તેવું નેશનલ પ્રેસિડન્ટ શ્રી ભરતદાન ગઢવીએ જણાવ્યું હતું.

(7:13 pm IST)
  • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ લોકસભાની સીટ 543થી વધારીને 1000 કરવા અને રાજ્યસભાની બેઠકોમાં પણ વધારો કરવા હિમાયત કરી : પ્રણવદાએ કહ્યું કે દેશમાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ માટે મતદાતાઓની સંખ્યા નિર્ધારિત કરતા ઘણી વધારે છે : પ્રણવ મુખરજીએ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા અટલ બિહારી વાજપેય સ્મૃતિ વ્યાખ્યાનમાં સતાધારી પાર્ટીને બહુસંખ્યકવાદ વિરુદ્ધ સતર્ક કર્યા હતા : તેઓએ કહ્યું કે લોકોએ બહુમતી આપી હશે પરંતુ મોટાભાગના મતદારોએ કોઈ એક પાર્ટીને ક્યારેય સમર્થન કર્યું નથી access_time 1:04 am IST

  • દેશના ઉત્તર પૂર્વના રાજ્યોની મુલાકાત લેવાની અમિત શાહમાં હિંમત નથી : બાંગ્લાદેશના વિદેશ મંત્રી અને જાપાનના પ્રધાન મંત્રીની મુલાકાત પણ રદ કરવી પડી : દેખાવકારો ઉપર હિંસા આચરી માનવ અધિકારોનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે : નાગરિકતા સંશોધન બિલ મુદ્દે સોનિયા ગાંધીનો પ્રકોપ access_time 8:17 pm IST

  • બિનસચીવાલયની પરીક્ષા મામલે સીએમને સીટનો રીપોર્ટ સોંપવામાં વિલંબ થશેઃ સીટ દ્વારા તપાસ કરવાની બાકી હોવાથી વિલંબઃ સીટનો રીપોર્ટ સોંપવામાં થશે વિલંબ access_time 12:14 pm IST