Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં કેન્યા રાષ્ટ્રનો 56 મો ઈન્ડિપેન્ડેન્સ ડે - જમ્હૂરી ડે ઉજવાયો: આફ્રિકનવાસીઓની પણ હાજરી

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં કેન્યા રાષ્ટ્રના 56 મો ઈન્ડિપેન્ડેન્સ ડે - જમ્હૂરી ડેની કેન્યા રાષ્ટ્રના પાટનગર નાઈરોબીમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરે  પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. પૂર્વ આફ્રિકાના વિકાશીલ દેશ કેન્યામાં નાઈરોબીના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે કેન્યાના 56 મા  જમ્હૂરી ડે એટલે કે સ્વાતંત્ર્ય દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. 12,ડિસેમ્બર 1963ના રોજ કેન્યાએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી. આ સમયગાળા દરમિયાન સનાતનધર્મસમ્રાટ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પણ હાજર હતા. તેઓ પાંચમી વખત પૂર્વ આફ્રિકાના વિચરણાર્થે પધાર્યા હતા અને પાંચ મહિના સુધી અહીં વિચરણ કર્યું હતું.   આ પ્રસંગે સ્વામીબાપાએ કેન્યાના રાષ્ટ્રપતિ જોમો કેન્યાટાને કેન્યા રાષ્ટ્રને વિકટ પરિસ્થિતિથી મુક્ત કરવાના આશીર્વાદ આપ્યા હતા. રાષ્ટ્રીય પર્વે કેક કાપી અને રાષ્ટ્રધ્વજ લહેરાવીને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડના નાઈરોબીના સભ્યોએ રાષ્ટ્ર ગીતના સૂરો રેલાવ્યા હતા. તેમજ નાના નાના ભૂલકાંઓએ ફેસ પેઇન્ટિંગથી દેશભક્તિ પ્રદર્શિત કરી હતી.

 

(1:02 pm IST)
  • પશ્ચિમ બંગાળના માલદા, દિના પૂર, મુર્શિદાબાદ ,હાવરા, 24 પરગણા સહિતના અશાંત વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે access_time 6:23 pm IST

  • જમીન સંપાદન મામલે ખેડૂતોએ સુપ્રિમમાં અરજી કરીઃ ૨૫૦૦ ખેડૂતોએ નથી કર્યો જમીન સંપાદનનો સ્વીકાર : બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનો મામલો : સરકાર સામે ખેડૂતો લડત આપી રહયા છેઃ આગામી દિવસોમાં સુપ્રિમમાં સુનાવણી થશેઃ હાઇકોર્ટેએ સરકારની તરફી ચુકાદો આપ્યો છે access_time 3:54 pm IST

  • ગુજરાતમાં સૌથી વધુ હિંદુ લોકોએ ધર્મ પરિવર્તનકરવા માટે અરજી કરી: રાજ્ય સરકારનો ખુલાસો : કુલ 1758 નાગરિકોએ ધર્મ પરિવર્તન કરવા માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી માંગી access_time 12:29 am IST