Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

''આઇ એમ હિન્દુ અમેરિકન'': અમેરિકામાં હિન્દુઓ વિષેની ગેરમાન્યતાઓ દૂર કરી સાચુ ચિત્ર ઉપસાવવા '' હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન'' દ્વારા શરૂ કરાયેલું અભિયાનઃ અમેરિકાના પ્રજાજનોમાં હિન્દુ ધર્મ વિષે બહુ ઓછી જાણકારી હોવાથી તેઓની ખોટી માન્યતા તથા ભ્રમ દૂર કરવા સોશ્યલ મીડીયાના માધ્યમથી શરૂ કરાયેલ ઝુંબેશં

હયુસ્ટનઃ  '' આઇ અમ હિન્દુ અમેરિકન'' નામથી અમેેરિકામાં અભિયાન શરૂ કરાયું છે.  ''હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન'' ના ઉપક્રમે શરૂ કરાયેલા અભિયાન અંતર્ગત અમેરિકામાં હિન્દુઓ વિષેની ગેરમાન્યતાઓ દૂર કરવા સોશ્યલ મિડીયા દ્વારા જાગૃતિ ફેલાવાશે જે માટે વેબસાઇટ પણ તૈયાર કરાઇ છે.

ફાઉન્ડેશનના કાર્યકારી નિર્દેશક તથા સહસ્થાપક શ્રી સુહાગ શુકલાએ જણાવ્યા મુજબ આ અભિયાન શરૂ કરવાનો હેતુ હિન્દુ અમેરિકન પ્રજાજનોનું સાચું ચિત્ર ઉપસાવવાનો છે તથા ઓનલાઇન સંવાદ સાધવાનો છે.

અમેરિકામાં હિન્દુઓ અલ્પ લઘુમતિ સમુદાયમાં છે. અમેરિકાના પ્રજાજનોમાં હિન્દુ ધર્મ વિષે બહુ ઓછી જાણકારી જોવા મળે છે. ેતેથી દર ત્રીજા હિન્દુ સ્ટુડન્ટને તે હિન્દુ હોવાથી ધમકાવવામાં આવે છે જે માટે હિન્દુ ધર્મ વિષેની ખોટી માન્યતાઓ તથા ભ્રમ દૂર કરવાની જરૂર જણાંતા આ અભિયાન શરૂ કરાયું છે.

(9:33 pm IST)