Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

શહેરને શ્રેષ્ઠ કાયદાકીય સેવાઓ આપવા બદલ ઇન્ડિયન અમેરિકન મહિલા એટર્ની સુશ્રી રિત્તુ કુમારને પ્રશસ્તિપત્રઃ સાઉધર્ન કેલિફોર્નિયાના બેવરી હિલ્સ મેયર તથા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બહુમાન કરાયું

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના સાઉધર્ન કેલિફોર્નિયા ખાતેના ઇન્ડિયન અમેરિકન મહિલા એટર્ની સુશ્રી રિત્તુ કુમારનું તાજેતરમાં બેવરી હિલ્સ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરાયું હતું.

શહેરને શ્રેષ્ઠ કાયદાકીય સેવાઓ આપવા બદલ તેઓને સન્માનિત કરાયા હતા. સુશ્રી રિતુ છેલ્લા ૧૬ વર્ષથી કાયદાકીય ક્ષેત્રે કાર્યરત છે. તથા ફેડરલ તેમજ સ્ટેટ કક્ષાએ કેસ લડે છે. જેમાં કોન્ટ્રાકટને લગતા ઝઘડાઓ, એમ્પલોયમેન્ટ લો, તથા નેગોશિએશન્શને લગતી બાબતોનો સમાવેશ થાય છે. તેમના અનેક કેસમાં કોર્ટએ તરફેણમા ચૂકાદાઓ આપેલા છે. હાલમાં તેઓ ટ્રસ્ટ,વીલ્સ, સહિતના કલાયન્ટસ માટે એસ્ટેટ પ્લાનીંગ સગવડ ક્ષેત્રે સ્કુલમાંથી લો ડીગ્રી મેળવેલી છે ઉપરાંત તેઓને ૨૦૦૯ થી ૨૦૧૧ની સાલ દરમિયાન સતત ૩ વર્ષ સુધી સાઉધર્ન કેલિફોર્નિયા સુપર લોયર્સ રાઇઝીંગ સ્ટાર તરીકે બિરદાવાયેલા છે.

(9:32 pm IST)