Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

અમેરિકાની યુનિવર્સિટી ઓફ હયુસ્ટનના પ્રેસિડન્ટ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી રેણું ખટોરનું બહુમાનઃ છેલ્લા દસકામાં એથલેટિકસ ક્ષેત્રે રમતવીરોનું હીર ઝળકાવવા માટે મહત્વનું યોગદાન આપવા બદલ કરાયેલી કદર

હયુસ્ટનઃ અમેરિકાની યુનિવર્સિટી ઓફ હયુસ્ટનના પ્રેસિડન્ટ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી રેણુ ખટોરનું ૩૦ નવેં. ૨૦૧૮ના રોજ યુનિવર્સિટીના હોલ ઓફ ઓનરમાં બહુમાન કરાયું હતું.

૨૦૦૮ની સાલથી યુનિવર્સિટીમાં ફુટબોલ, બાસ્કેટ બોલ, બેઝબોલ, ટ્રેક, ગોલ્ફ, સહિતની વિવિધ એથલેટિક રમતો માટે વિશેષ વ્યવસ્થાઓનું નિર્માણ કરી તેમણે રમતવીરોને પ્રોત્સાહિત કરી છેલ્લા દસકામાં તેઓને રાષ્ટ્રિય સ્તરે હીર ઝળકાવવા માટે મહત્વનું યોગદાન આપ્યું હોવાથી તેમનું બહુમાન કરાયું હતું.

(9:31 pm IST)