Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને સાચા મિત્ર તરીકે ગણે છે : અમેરિકા ખાતેના ભારતના રાજદૂત શ્રી નવતેજ સરનાની વિદાય પાર્ટીમાં વિદેશ મંત્રી માઈક પોમ્પીઓનું ઉદબોધન

વોશિંગટન :અમેરિકા ખાતેના ભારતના રાજદૂત શ્રી નવતેજ સરનાનો વિદાય સમારંભ તાજેતરમાં યોજાઈ ગયો.જેમાં અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓ તથા વ્હાઇટ હાઉસના અધિકારીઓ હાજર રહ્યા હતા. તકે ઉદબોધનમાં વિદેશ મંત્રીએ શ્રી નવતેજ સરનાની  કામગીરીને બિરદાવી હતી.તથા જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં ભારત તથા અમેરિકા વચ્ચેના સબંધો વધુ દ્રઢ બન્યા છે.અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ  ભારતને પોતાના સાચા મિત્ર તરીકે ગણે છે.

(7:01 pm IST)