Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ઘાના વિશ્વ વિદ્યાલયમાંથી મહાત્મા ગાંધીની પ્રતિમા હટાવી લેવાઇઃ વિદ્યાર્થીઓના વિરોધને ધ્યાને લઇ સંચાલકોએ લીધુ પગલુ

ઘાનાઃ આફ્રિકન દેશ ઘાનામાં આવેલી વિશ્વ વિદ્યાપીઠમાં ૨૦૧૬ની સાલમાં મુકાયેલી મહાત્મા ગાંધીની પ્રતિમા હટાવી લેવામાં આવી છે. વિદ્યાર્થીઓની ઉગ્ર માંગણીને ધ્યાને લઇ ઉપરોકત પગલુ લેવાયુ હોવાનું યુનિવર્સિટીના સંચાલકોએ જણાવ્યું હતું.

વિરોધના મુખ્ય કારણમાં જાણવા મળ્યા મુજબ મહાત્મા ગાંધીએ કોઇ સમયે અશ્વેત આફ્રિકનો કરતા ભારતીયો વધુ સારા હોવાની કરેલી ટિપ્પણી છે. ઘાના વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ આ યુનિવર્સિટીનો અંગત મામલો છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રતિમા ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીના હસ્તે અનાવરણ કરાઇ હતી. મહાત્મા ગાંધી ૧૮૯૭થી ૧૯૧૫ની સાલ સુધી આફ્રિકામાં રહ્યા હતા. જ્યાં તેઓ વકીલાત કરતા હતા. ગાંધીજી માટે આફ્રિકામાં ખૂબ જ આદરની ભાવના છે.

 

(6:39 pm IST)