Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

યુ.એસ.ના કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીમેન ઇન્ડિયન અમેરિકન શ્રી આશ કાલરાના નેતૃત્વ હેઠળનું પ્રતિનિધિ મંડળ અક્ષરધામ દિલ્હીની મુલાકાતે

ન્યુદિલ્હી : યુ.એસ.ના કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીમેન ઇન્ડિયન અમેરિકન શ્રી આશ કાલરાના નેતૃત્વ હેઠળનું પ્રતિનિધિ મંડળ 7 ડિસેમ્બરથી ભારતની મુલાકાતે આવ્યું છે.જે દરમિયાન તેઓએ દિલ્હીમાં આવેલા અક્ષરધામ મંદિરે જઈ દર્શન કર્યા હતા.જ્યાં મંદિરના સંતો તથા સ્વયંસેવકોએ તેમનું સ્વાગત કર્યું હતું તથા તિલક કરી હાર પહેરાવ્યા હતા.મંદિર તથા પૂજ્ય પ્રમુખ સ્વામીના જીવન વિષે જાણી તેઓએ ખુશી વ્યક્ત કરી હતી તથા ભગવાનને અભિષેક કરી ધન્યતા વ્યક્ત કરી હતી

(12:32 pm IST)