Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

2020 ની સાલમાં અમેરિકામાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી લડવાનું ગંભીરતાથી વિચારી રહી છું : હિન્દૂ સાંસદ સુશ્રી તુલસી ગબ્બાર્ડ

વોશિંગટન : છેલ્લી 4 ટર્મથી હવાઈનું પ્રતિનિધિત્વ કરી રહેલા ડેમોક્રેટ હિન્દૂ સાંસદ મહિલા સુશ્રી તુલસી ગબ્બાર્ડ એ ગઈકાલે સમાચાર સૂત્ર સાથે થયેલી વાતચીત મુજબ જણાવ્યું હતું કે પોતે 2020 ની સાલમાં અમેરિકામાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી લડવાનું ગંભીરતા પૂર્વક વિચારી રહ્યા છે.જોકે આ અગાઉ તેઓ ચૂંટણી લડશે તેવી વાતો વહેતી થઇ હતી પરંતુ તે બાબતને પ્રથમવાર તેમણે  સમર્થન આપ્યું છે.જે માટે અમેરિકાની વર્તમાન પરિસ્થિતિથી પોતે વ્યથિત હોવાનું જણાવી ચૂંટણી લડવા ગંભીરતાથી વિચારી રહ્યા છેતેમ જણાવ્યું હતું જો તેઓ ચૂંટણી લડશે અને ચૂંટાઈ આવશે તો અમેરિકાના સૌપ્રથમ હિન્દૂ તથા સૌથી નાની વયના મહિલા પ્રેસિડન્ટ તરીકેનો વિક્રમ સર્જાશે જોકે ત્યાર પહેલા તેમણે પાર્ટીના અન્ય હરીફ ઉમેદવારો સામે વિજય મેળવવો પડશે

 ઉલ્લેખનીય છે કે સુશ્રી તુલસીએ આ પદ ઉપર ચૂંટણી લડવા ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓનો સંપર્ક સાધી અભિપ્રાય લેવાનું શરૂ કરી દીધું છે.

(11:43 am IST)