Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

બ્રિટનની ગોલ્ડન વિઝા સ્કીમ ચાલુ રહેશે : નક્કી કરેલી રકમનું રોકાણ કરવાથી વિદેશી નાગરિકોને મળતા કાયમી નાગરિકત્વની સ્કીમ હાલની તકે ચાલુ રખાશે : બ્રિટન સરકારે ટાયર -1 વિઝા બંધ કરવાનો નિર્ણય મુલતવી રાખ્યો

 લંડન : થોડા સમય પહેલા ગોલ્ડન વિઝા બંધ કરવાની બ્રિટન સરકારે કરેલી ઘોષણા હાલ પૂરતી મુલતવી રખાઈ છે.જેના માટે કોઈ કારણ અપાયું નથી પરંતુ તેનો શુક્રવારથી અમલ થવાનો હતો તે મુલતવી રાખવામાં આવ્યો છે.તેથી હવે  નક્કી કરેલી રકમનું રોકાણ કરવાથી વિદેશી નાગરિકોને મળતું કાયમી નાગરિકત્વ હાલની તકે ચાલુ રખાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:37 am IST)