Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ગલ્ફ દેશોમાં રોજી રોટી રળવા ગયેલા ભારતીયો પૈકી ૨૮૫૨૩ ભારતીયો છેલ્લા ૪ વર્ષમાં મૃત્યુ પામ્યાઃ લોકસભામાં પૂછાયેલા પ્રશ્નનો રાજ્યકક્ષાના વિદેશમંત્રી શ્રી વી.કે. સિંઘ દ્વારા જવાબ

નવી દિલ્હીઃ ગલ્ફ દેશોમાં રોજી રોટી  ગયેલા ભારતીયો પૈકી ૨૮૫૨૩ ભારતીયો છેલ્લા ૪ વર્ષમાં મૃત્યુ પામ્યા છે. તેવું આજરોજ લોકસભામાં જણાવાયું હતું. આ ગલ્ફ દેશોમાં બેહરીન, કુવૈત, ઓમાન, કતાર તથા સાઉદી અરેબિયાનો સમાવેશ થાય છે.

આ ૨૮૫૨૩ મોત પૈકી સૌથી વધુ મોત સાઉદી અરેબિયામાં થયા છે. જયાં ૨૦૧૪થી ૨૦૧૮ની સાલના ૪ વર્ષમાં ૧૨૮૨૮ ભારતીયો મોતને ભેટ્યા છે. તેવું ભારતના રાજ્યકક્ષાના વિદેશમંત્રી શ્રી વી.કે. સિંઘએ એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યુ હતું કે આત્મહત્યા અથવા રોડ અકસ્માતોથી થતા આવા મૃત્યુ અટકાવવા માટે પ્રવાસી ભારતીય કેન્દ્ર દ્વારા જાગૃતિ અભિયાન ચલાવાઇ રહ્યું છે.

 

(6:57 pm IST)