Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ધાર્મિક સ્વાતંત્ર્ય નહીં આપતા પાકિસ્તાન, ચીન, ઉપરાંત 7 દેશોને અમેરિકાએ બ્લેક લિસ્ટમાં મુક્યા

વોશિંગટન : ઇન્ટરનેશનલ રિલિજીઅન એક્ટ 1998 મુજબ પોતાના દેશમાં વસતા લઘુમતી કોમના નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્ય નહીં આપવા બદલ અમેરિકાએ પાકિસ્તાન,ચીન,ઉપરાંત  7 દેશોને બ્લેક લિસ્ટમાં મુક્યા છે.આ દેશોમાં પાકિસ્તાન,ચાઈના ઉપરાંત ,મ્યાનમાર,સુદાન,સાઉદી અરેબિયા,ઈરાન તજિકિસ્તાન સહિતના દેશોનો સમાવેશ થાય છે.જ્યાં ધાર્મિક અસહિષ્ણુતા ઉપરાંત હિંસા જોવા મળે છે.

 ટ્રમ્પ વહીવટી તંત્રએ જે તે દેશની અમુક આતંકવાદી સંસ્થાઓને પણ બ્લેક લિસ્ટ કરી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:42 pm IST)