Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

યુ.એન.ખાતેના અમેરિકાના એમ્બેસેડર ઇન્ડિયન અમેરિકન સુશ્રી નિક્કી હેલી ન્યુયોર્કમાં સ્થાયી થશેઃ સાઉથ કેરોલિના ખાતેના સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન ગવર્નરનો વિક્રમ ધરાવતા સુશ્રી હેલીએ હોમટાઉન છોડી ન્યુયોર્કમાં વસવાટ કરવાનો નિર્ણય કર્યો

ન્યુયોર્કઃ યુનાઇટેડ નેશન્શ ખાતેના અમેરિકાના એમ્બેસેડર ઇન્ડિયન અમેરિકન મહિલા ૪૬ વર્ષીય સુશ્રી નિક્કી હેલી ૩૧ ડિસેં.૨૦૧૮ના રોજ સ્વૈચ્છિક પણે પોતાના હોદા ઉપરથી નિવૃત થઇ રહ્યા છે. તેઓ સાઉથ કેરોલિના ગવર્નર તરીકે સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકનનો વિક્રમ ધરાવે છે. પરંતુ હવે તેઓ સાઉથ કેરોલિના ખાતેનું પોતાનું નિવાસ સ્થાન વેચી દઇને ન્યુયોર્કમાં સ્થાયી થવા જઇ રહ્યા છે તેવું સ્થાનિક સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

તેમનો પુત્ર ન્યુયોર્ક મુકામે હાઇસ્કૂલમાં અભ્યાસ કરતો હોવાથી તેમણે ન્યુયોર્કમાં વસવાટ કરવાનો નિર્ણય કર્યો છે. જયાં તેઓ પોતાના યુ.એન.ખાતેના એમ્બેસેડર તરીકેના અનુભવો લખવાનું વિચારી રહ્યા છે.

(9:28 pm IST)