Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ગુજરાતના ડાંગ જીલ્લામાં ટુંક સમયમાં ૪ માળની બિલ્ડીંગ સાથેની અદ્યતન હોસ્પિટલ શરૂ થશેઃ હોસ્પિટલના મુખ્ય દાતા ઇન્ડિયન અમેરિકન ડો.અશોક પટેલએ આ હોસ્પિટલ ડો.કિરણ સી.પટેલના નામથી ખુલ્લી મુકવાનો નિર્ણય લીધોઃ હોસ્પિટલના નિર્માણનું કાર્ય સમયસર પુરૂ કરવામાં તથા દાન આપી સહાયરૂપ થનારા ડો.કિરણ સી.પટેલના યોગદાનને ધ્યાને લઇ ડો.અશોક પટેલનો પ્રશંસનીય નિર્ણય

યુ.એસ.: ગુજરાતના ડાંગ જીલ્લામાં ૪ માળની અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરનારા ઇન્ડિયન અમેરિકન ડો.અશોક પટેલએ આ હોસ્પિટલ ઇન્ડિયન અમેરિકન ડો.કિરણ સી.પટેલના નામથી ખુલ્લી મુકવાનો નિર્ણય કર્યો છે.

આ બાબતે ડો.શ્રી અશોક પટેલએ જણાવ્યું હતું કે હોસ્પિટલનું બિલ્ડીંગ સમયસર પૂર્ણ કરી દઇ તથા સમયસર નાણાંકિય જરૂરીયાત પૂરી પાડનાર ડો.કિરણ સી.પટેલના નામે તેમણે આ હોસ્પિટલ ખુલ્લી મુકવાનો નિર્ણય કર્યો છે. જો કે ભારતમાં મુખ્ય દાતાના નામે હોસ્પિટલનું નામ નક્કી કરાતું હોય છે. પરંતુ ડો.અશોક પટેલ મુખ્ય દાતા હોવા છતાં તેમના આ ભગીરથ કાર્યને સમયસર પુરૂ કરી મોકે નાણાંકિય જરૂરીયાત પણ પૂરી પાડનાર ડો.કિરણ પટેલ હોવાથી તેઓએ પોતાની બદલે ડો.કિરણ પટેલના નામથી હોસ્પિટલ ખુલ્લી મુકવાનું નક્કી કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે ડાંગ જીલ્લામાં બાળકો તથા મહિલાઓ તેમજ નાગરિકો માટે આરોગ્ય વ્યવસ્થા અપૂરતી છે. જયાં આ વ્યવસ્થાની ખાસ જરૂરી હોવાથી હોસ્પિટલનું નિર્માણ કરવાનો નિર્ણય કરાયો હતે. જે બાંધકામ સહિત તમામ રીતે કમ્પલીટ થઇ જવામાં છે. તેથી ટુંક સમયમાં ખુલ્લી મુકાશે તેવું UNN દ્વારા જાણવા મળે છે.

(9:28 pm IST)