Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

અમેરિકાના બ્રૂકલિન બરો હોલ ખાતે દીવાળીની ભાવભેર ઉજવણી :આંતર રાષ્ટ્રિય કૃષ્ણ ભાવના સંઘ ઈસ્કોન તેમજ મિલન સાંસ્કૃતિક મંડળના આમંત્રણ હેઠળ આયોજન કરાયું : બ્રુકલિન બરો પ્રેસિડેંટ તથા ન્યુયોર્ક મેયર એરિક એડમ્સ દ્વારા દીવડા પ્રગટાવી શુભેચ્છાઓ પાઠવાઈ

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : આ વર્ષની દીવાળી બ્રૂકલિન બરો હોલ ખાતે ઉજવવામાં આવી હતી. બ્રુકલિન બરો પ્રેસિડેંટ તેમજ તાજા ચુંટાઈ આવેલ ન્યુયોર્કના મેયર એરિક એડમ્સ દ્વારા દીપાવલિના શુભ પર્વે દીપ પ્રકટાવીને અનેક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે એક્ઝેક્યુટિવ ડિરેક્ટર સાઉથઈસ્ટ એશિઅન એફેર્સ દિલિપ ચૌહાણ તેમજ માનનિય એરિક એડમ્સના હસ્તે સમાજના કેટલાક કાર્યકર્તાઓને માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું

જેમાં નિખિલ ત્રિવેદી તેમજ શૈલા ત્રિવેદીનો પણ સમાવેશ થયો હતો. કાર્યક્રમ દરમ્યાન માત્ર છ વર્ષના જોડિયા ભાઈઓ કૃષ્ણ અને બલરામે ભગવત ગીતાના શ્લોકોનું રટણ કરીને સહુને મુગ્ધ કરી લીધા હતા. અન્ય કલાકારોએ ન્રુત્ય, સંગીત અને કીર્તન રજુ કર્યા હતા. અંતમાં કેટલાક મહાનુભાવોના પ્રવચનો પછી અલ્પાહાર કરીને દીવાળીની ઉજવણી કરી હતી. તેવું સુશ્રી શોભામયી દાસી ,તથા શ્રી નિકુંજબિહારી દાસ ઇસ્કોન ન્યુયોર્કની યાદીમાં જણાવાયું છે.
 

(7:04 pm IST)